હિતલ પારેખ/ગાંધીનગર :કચ્છમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપના ગુણગાન ગાઈને ફરીથી વિવાદમાં આવ્યા છે. કચ્છના અખબારોમાં સરકારની પ્રશંસા અને આભાર મંત્રી જાહેરાતથી ફરી પાછો વિવાદ સર્જાયો છે. પ્રદ્યુમનસિંહે અખબારમાં આપેલી એક જાહેરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓનો આભાર માન્યો છે. તેમજ 36 કરોડના રોડના કામો મંજૂર કરવા મામલે પણ આભાર માન્યો છે. 


રાધનપુરમાં ખેલાશે ત્રિપાંખિયો જંગ, કોંગ્રેસના ફરસુભાઈ ગોકલાણી હવે NCPમાંથી પેટાચૂંટણી લડશે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : ગુજરાતના આ મંદિરમાંથી દરેક પરિણીત સ્ત્રી કંકુ લઈ જવાનું કદી પણ ચૂકતી નથી 



તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના વિસ્તારના વિકાસના કામોમાં સહયોગ આપે છે એટલે તેઓનો આભાર માનું છું. સરકારના કાર્યક્રમોમાં એક જાગૃત ધારાસભ્ય તરીકે હાજર રહું છું અને સરકારની સારી યોજનાઓ પોતાના વિસ્તારમાં પણ આવે એ માટે પ્રયત્નશીલ છું. 


કોંગ્રેસના અન્ય ધારાસભ્યો કેમ આ પ્રકારે નથી કરતા એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસના અન્ય ધારાસભ્યોને હું શીખામણ ન આપી શકું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓની કામગીરીની પણ તેઓએ પ્રશંસા કરી છે.