રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કોરોના (Coronavirus) ના કહેર અને સતત વધી રહેલા કેસ વચ્ચે કચ્છ જિલ્લામાંથી સૌથી પહેલા રાહતના સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતના ત્રણ જિલ્લા હજુ પણ કોરોનાની પહોંચથી દૂર છે, ત્યારે હવે કચ્છ જિલ્લો (kutch) ગુજરાતમાં સૌથી પહેલા કોરોના મુક્ત થયો છે. કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કોરોના પર જીત મેળવાઈ છે. તેમના પ્રયાસો આખરે સફળ થયા છે. તો આ સાથે જ આ ગુજરાત સરકાર માટે પણ મોટા રાહતના સમાચાર કહી શકાય. 
અંતે આજે કચ્છ કોરોના મુક્ત થયો છે. કોરોનાના એક દર્દીનો ફાઇનલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અન્ય 19 સેમ્પલ પણ નેગેટિવ આવ્યા હતા. તો સાથે જ ફ્રન્ટ વોરિયર્સ તરીકે કામ કરતા પત્રકારોના 13 સેમ્પલ પણ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છ આજે સંભવત કોરોના મુક્ત થવા જઈ રહ્યું છે તેના સંકેતો ગઈકાલથી જ આવવા લાગ્યા હતા. આજે એક યુવાનનો રિપોર્ટ આવવાનો હતો, તેનો અગાઉનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. જેથી તંત્રને આશા હતી કે, તેનો આ રિપોર્ટ પણ નેગેટિવ આવશે. કચ્છમાં અત્યાર સુધી 6 કોરોનાના કેસ સામે આવ્યા હતા, જેમાંથી 4 લોકો  કોરોના સામે જંગ જીત્યા હતા. તેમજ એકનું મૃત્યુ થયું હતું, આજે એક કેસનો રિપોર્ટ આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર