Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના પ્રગતિશીલ ખેડૂતે અનેકવિધ પાકોનું સફળ વાવેતર કર્યું છે ત્યારે કચ્છના ખેડૂતે ન્યુઝીલેન્ડમાં થતું ફળ ફ્રૂટ વેલી કે જે ભારતની શક્કરટેટી જેવું હોય છે. પરંતુ તેમાં મીઠાશ વધારે અને બીજ ઓછા હોય છે, તેવા ફળની ખેતી કરીને સફળ ઉત્પાદન કર્યું છે અને જેની માંગ ભારત સહિત વિદેશમાં મોટી માત્રામાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છમાં ભૂકંપ બાદ કચ્છના પ્રગતિશીલ ખેડૂતોએ કાઠું કાઢયું હોય તેમ ઠંડા અને પર્વતીય વિસ્તારોમાં થતા ફળો તેમજ જુદાં જુદાં દેશમાં થતાં ફળ અને શાકભાજીનું વાવેતર કરીને કચ્છમાં સફળ ઉત્પાદન મેળવતા થઈ ગયા છે. કમલમ હોય, સ્ટ્રોબેરી હોય, એપલ હોય, યેલો તરબુચ હોય કે પછી એકસોટિક વેજીટેબલ હોય તમામ પાકોનું સફળ ઉત્પાદન કચ્છના ખેડૂતોએ કરી બતાવ્યું છે. ત્યારે આ વર્ષે ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે ઉપયોગી એવા ભારતની શક્કરટેટી જેવું જ એક ફળ ફ્રૂટ વેલી કે જેનું ન્યુઝીલેન્ડમાં ઉત્પાદન થાય છે તેનું કચ્છના ખેડૂત હરેશ ઠક્કરે સફળ ઉત્પાદન કર્યું છે.


ગોલ્ડન કરિયર છોડીને આ ગુજ્જુ બન્યા પશુપાલક, હવે ગીરની ગાયોથી કરે છે અઢળક કમાણી


વર્ષોથી કમલમ, કેસર કેરી, સ્ટ્રોબેરી, તરબૂચ, એકસોટિક વેજિટેબલ, કેળા, શિમલા મિર્ચ, ખારેક, પપૈયા તેમજ અન્ય ફળ અને શાકભાજીનું ઉત્પાદન કરતા હરેશ ઠક્કરે આ વર્ષે પોતાની વાડીમાં પોણા બે એકરમાં ન્યુઝીલેન્ડમાં થતાં ફળ ફ્રૂટ વેલીનું ઉત્પાદન કરી બતાવ્યું છે. આ ફળમાં સુગરનું પ્રમાણ પણ ઓછું હોવાનું હરેશ ઠક્કરે ઝી 24 કલાકને જણાવ્યું હતું. તો ભારતની શક્કરટેટી જેવું જ આ ન્યુઝીલેન્ડમાં થતું ફળ છે, જેની મીઠાશ વધારે હોય છે અને બીજ એકદમ ઓછા હોય છે.


વધુ માહિતી આપતા હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ખેડૂત નવી વેરાઈટીઓ વાવશે તો એની ઇન્કમમાં વધારો થશે આવું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહી રહ્યા છે. ખેડૂતની ડબલ ઇન્કમ  કરવા માટે થોડું થોડું નવું અને ટેકનોલોજીના હિસાબે કરશે તો જ ઇન્કમમાં વધારો થશે. આ ફળ ન્યુઝીલેન્ડની વેરાઈટી છે. ભારતમાં રિઝવાન કંપની કરીને આ ફળના સિડ સપ્લાય કરે છે અને આ વેરાઈટીનું નામ ફ્રુટ વેલી છે. લગભગ બે એકરમાં આનું વાવેતર કર્યું હતું અને 25 ટન જેટલો માલ ઉત્પાદન થાય છે. અત્યાર સુધીમાં 18 ટન જેટલો માલ હાર્વેસ્ટ કરી લેવામાં આવ્યો છે.


ગુજરાતીઓ માટે ગર્વની ક્ષણ : JEE Main રિઝલ્ટમાં ઝળક્યા અમદાવાદ-સુરતના વિદ્યાર્થીઓ


આ ફળની ખાસ વિશેષતા એ છે કે આ ફળ લાંબા સમય સુધી ટકી શકે છે અને 15 થી 20 દિવસ સુધી તે ટકી રહે છે. આ ફ્રૂટ વેલીને સમુદ્ર રસ્તેથી એક્સપોર્ટ કરવામાં પણ કોઈ વાંધો આવતો નથી. આ ફળ વિદેશમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. હાલમાં દુબઇની એક કંપની દ્વારા 2 ટન માલ મંગાવવામાં આવ્યો હતો. આ ફળમાં સુગરનુ પ્રમાણ પણ ઓછા પ્રમાણમાં હોય છે, જે 15 ટકા જેટલું જ હોય છે. ઉપરાંત આ ફ્રૂટ વેલીના એક ફળનું વજન 500 ગ્રામથી લઈને 2 કિલો જેટલું હોય છે.


ફ્રૂટ વેલીના ભાવની વાત કરવામાં આવે તો પ્રતિ કિલો 57 થી 60 રૂપિયે આ ફળ વેચાય છે. તો નવા ગ્રાહકોને 25થી 30 રૂપિયે પ્રતિ કિલો પણ આપવામાં આવે છે. જેથી એક વખત આ ફળનો સ્વાદ માણ્યા બાદ જો વધારે માંગ હોય તો પછી તે મુજબ ભાવ કરી આપવામાં આવે છે. ભારતનાં જુદાં જુદાં મોલમાં પણ હરેશ ઠક્કર દ્વારા નમૂના પૂરતા આ ફળ મોકલવામાં આવ્યા છે, જેથી ગ્રાહકો તેનો સ્વાદ માણ્યા બાદ અને સુગર ચેક કર્યા બાદ લોકો તેને ખાવાનું વધારે પસંદ કરશે. 


ગુજરાત હાઈકોર્ટમાં નીકળી ઢગલાબંધ નોકરીઓ, 1778 જગ્યાઓ માટે ભરતી કરાશે