ગુજરાતીઓ માટે ગર્વની ક્ષણ : JEE Main રિઝલ્ટમાં ટોપ-100 માં ઝળક્યા અમદાવાદ-સુરતના વિદ્યાર્થીઓ
JEE Mains Result 2023 : JEE મેઇન્સમાં અમદાવાદમાં ત્રણ વિધાર્થીઓ અને સુરતનો એક વિદ્યાર્થી... અમદાવાદનો કૌશલ વિજયવર્ગીય દેશભરમાં 5 માં ક્રમે રહી ટોપર બન્યો... દેશભરમાંથી 8 લાખ વિદ્યાથીઓએ આપી હતી પરીક્ષા
Trending Photos
JEE Main 2023 : JEE મેઇન્સનું પરિણામ આજે જાહેર થયું છે. IIT સહિતની સંસ્થાઓ માટે JEE ની પરીક્ષા લેવામાં આવી છે. ત્યારે ગુજરાત માટે ગર્વની બાબત એ છે કે, ગુજરાતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા છે. ટોપ-100 માં અમદાવાદના 3 વિદ્યાથીઓ છે. તો સુરતના નિશ્ચય અગ્રવાલએ જેઈઈ મેઈન્સમાં ઓલ ઇન્ડિયામાં 36મોં રેન્ક મેળવી સુરત ટોપર બન્યો છે.
Jee મેન્સ બીજા તબક્કાની પરીક્ષાનું આજે પરીણામ જાહેર થયુ. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓએ ટોપ 20 માં સ્થાન મેળવ્યું છે. દેશભરમાં 9.4 વિદ્યાર્થીઓ બીજા તબક્કાની Jee મેઈન્સ પરીક્ષા આપી હતી. અગાઉ વર્ષમાં એક જ વાર jee મેન્સ પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ પાછલા ત્રણ વર્ષથી વર્ષમાં બે વાર jee મેન્સની પરીક્ષા લેવામા આવે છે. આ વર્ષે કૌશલ વિજય વર્ગીય ઓલ ઇન્ડિયા લેવલ પર 5 મો ક્રમાંક, હર્ષલ સુથારે 17મો ક્રમાંક મેળવ્યો છે. કૌશલ છેલ્લા ત્રણ વર્ષથી પ્રતિદિન આઠ કલાક મહેનત કરતો. કૌશલ હવે આઇઆઇટી મુંબઈમાં કોમ્પ્યુટર બ્રાન્ચમાં અભ્યાસ કરવા માંગે છે.
જ્યારે હર્ષલ સુથારનું કહેવું છે કે તેને પણ મુંબઈ આઇઆઇટી કોમ્પ્યુટર બ્રાન્ચમાં પ્રવેશ લઈને કારકિર્દી બનાવવાની ઈચ્છા છે. બીજા તબક્કાની jee મેન્સ પરીક્ષા 6 એપ્રિલ થી શરૂ થઈ હતી, જે 15 એપ્રિલ સુધી ચાલી હતી. મહત્વની વાત એ છે કે આ બંન્ને પરીક્ષામાં વિદ્યાર્થી જે પરીક્ષામાં સારું પરિણામ લાવ્યું હોય અને શ્રેષ્ઠ દેખાવ કર્યો હોય તેને માન્ય રાખવામાં આવે છે. જેનાં આધારે તેને ગુજરાત સહિત દેશભરની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મળતો હોય છે. મેન્સની પરીક્ષા બાદ એડવાન્સની પરીક્ષા લેવામાં આવતી હોય છે. જેનાં મેરીટના આવતાં વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને તકનીકી અભ્યાસક્રમ માટે પ્રતિષ્ઠિત ગણાતી એવી IIT એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને NIT, એટલે કે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મળતો હોય છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે બે તબક્કાની મેન્સની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે 4 જૂનના રોજ jee એડવાન્સની પરીક્ષા લેવામાં આવશે.
તો સુરતીઓ માટે ફરી એકવાર આનંદની ક્ષણ પણ છે. સુરતનો નિશ્ચય અગ્રવાલ જેઈઈ મેઈન્સમાં ઓલ ઇન્ડિયામાં 36મોં રેન્ક મેળવી સુરત ટોપર બન્યો છે. તે ઉપરાંત સુરતનો જ રોનવ પુરી જેઓએ ઓલ ઇન્ડિયામાં 96 ગુણ મેળવી ગણિતમાં 99.9960059% સાથે સુરતમાં ટોપર બન્યા છે. આ પરીક્ષા ગત એપ્રિલ મહિનામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં દેશભર માંથી અંદાજીત 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે