Teachers Farewell રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના ભુજના બન્ની વિસ્તારના મીસરીયાડો ગામના શિક્ષકને અનોખી વિદાય આપવામાં આવી છે. 2007 થી બનાસકાંઠા થી આવી કચ્છમા ફરજ બજાવતા શિક્ષકની બદલી થઈ હતી. ત્યારે તેમના વિદાયની ઘડી ન માત્ર વિદ્યાર્થીઓ, પરંતુ ગામવાસીઓ માટે પણ વસમી બની રહી હતી. કારણ કે, આ શિક્ષકે તેમના બાળકોને ભણાવ્યા હતા. સમગ્ર ગામે વિદાય સમયે ફુલ ઉડાડી વિદાય આપી હી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષોથી શિક્ષણ માટે સારુ કામ કરનાર શિક્ષકની વિદાય સમયે ગામ લોકોની આંખો ભીંજાઇ ગઈ હતી. તો ગામલોકોની આ લાગણી જોતા શિક્ષક પ્રહલાદ સુથાર પણ રડી પડ્યા હતા. ગામમા ઉચ્ચ શિક્ષણ સાથે ગામના વિકાસ માટે શિક્ષકે કરેલા કાર્યને કારણે ગામ લોકોએ ભાવભીની વિદાય આપી. અને આખુ ગામ શિક્ષકની વિદાય પર રડી પડ્યુ!


ગુજરાત પોલીસ કેવા પ્રકારનુ કરે છે પેટ્રોલિંગ, 20-22 વર્ષના નબીરા પણ પોલીસથી ડરતા નથી


17 વર્ષથી ફરજ બજાવતા શિક્ષક જ્યારે ગામ છોડી જાય ત્યારે દુખ થાય એ સ્વાભાવિક છે. પરંતુ ગામમા શિક્ષક ક્ષેત્રે ક્રાન્તિ સર્જનાર શિક્ષકની બદલી થતા બસ એક જ ચિંતા ગામલોકોને હતી, હવે અમારા ગામનું શિક્ષણ કોણ આગળ વધારશે. બઢતી અને બદલી એ એક નોકરીનો ભાગ હોય અને વતનનો લાભ મળતો હોય પ્રહલાદભાઈનું જવુ નિશ્ચિત હતું. પરંતુ ગામ લોકોએ તેમને ભવ્ય વિદાય આપ્યુ જેમાં ગામના અને આજુબાજુના વિસ્તારના સેંકડો લોકો ઉમટી પણ હાજર રહ્યા અને તેમની વિદાય વખતે સૌની આંખ ભીની હતી. ગામ લોકોની લાગણી જોઇ શિક્ષક પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા! ગામ લોકોએ જણાવ્યુ હતુ કે આવા શિક્ષકો દરેક ગામને મળે તો ખાનગી શાળાઓમા મળતુ શિક્ષક બંધ થાય. સરકારી શાળામા પ્રેરણાદાયી શિક્ષકની વિદાયથી આ વિસ્તારને મોટી ખોટ પડી છે તેવું ગામના આગેવાનોએ જણાવ્યું હતું.


આ વિભાગના સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર, ગાંધીનગરથી છૂટ્યા પ્રમોશનના ઓર્ડર


પ્રહલાદભાઈના આવવાથી આ વિસ્તારની અનેક કન્યાઓ ભુજ માંડવી સુધી આગળનો અભ્યાસ કરવા પ્રેરીત થઇ હતી, જે હાલ પણ અભ્યાસ કરી રહી છે. શિક્ષકની કોઠાસૂઝ અને આવડતને ધ્યાને લઈ શાળામાં અનેક દાતાઓએ પણ રસ દાખવીને ઘણી વખત મદદ પણ કરી છે એનો સંપૂર્ણ શ્રેય પ્રહલાદભાઈને જાય છે. 


આજના યુગમાં શિક્ષક અને શિક્ષણની પરિભાષા બદલાઇ છે પરંતુ આવા શિક્ષકો પણ છે જે અંતરિયાળ ગામમાં રહીને ગામ સાથે તાલમેલ સર્જીને શિક્ષણનુ કામ ખૂબ કઠિન પરિસ્થિતિમા પણ પાર પાડે છે. ગામમા શિક્ષણની જ્યોત જગાવવા સાથે ગામના સભ્યની જેમ રહી ગામનો વિકાસ કરનાર પ્રહલાદભાઈને લાખ લાખ અભિનંદન સાથે લોકોએ અશ્રુભીની વિદાય આપી હતી, જે જોઇને તમારી આંખોના ખૂણા પણ ભીંજાઇ જશે.


સુરતમાં તથ્ય પટેલ જેવા નબીરાએ અકસ્માત સર્જ્યો, દારૂ પીને 6 બાઈકચાલકોને ફંગોળ્યા