ગુજરાત પોલીસ કેવા પ્રકારનું કરે છે પેટ્રોલિંગ, 20-22 વર્ષના નબીરા પણ પોલીસથી ડરતા નથી
Gujarat Police : નબીરાઓ બેફામ કાયદો તોડી રહ્યા છે. પરંતું દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ ક્યાંથી આવી રહ્યો છે? ગુજરાતમાં દારૂ મળી રહ્યો છે તો જ વાહન ચાલકો પી રહ્યા છે. દારૂબંધીના ગુજરાતમાં ધજાગરા ઉડી રહ્યા છે
Trending Photos
Tathya Patel : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આ ડાયલોગ હવે માત્ર કાગળો પર અને નેતાઓના ભાષણોમાં રહી ગયો છે. કારણ કે, હવે તો 20-22 વર્ષના જુવાનિયાઓને પણ પોલીસનો ડર નથી રહ્યો. છેલ્લા કેટલાક સમયથી આવા જુવાનિયા ગુજરાત પોલીસની નાક નીચે બેફામ કાયદા તોડી રહ્યાં છે. છતા પોલીસનો તેમનો કોઈ ડર રહ્યો નથી. ન માત્ર દારૂ પીવો, પરંતું ગુજરાતમાં દારૂડિયાઓનું બેફામ ડ્રાઈવિંગ પણ હવે જીવલેણ બની રહ્યું છે. દારૂડિયા વાહન ચાલકોને ગુજરાત પોલીસનો ડર નથી રહ્યો. દારૂડિયા વાહન ચાલકો બિંદાસ રસ્તાઓ પર વાહન ચલાવી રહ્યા છે. ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસના રાજમાં દારૂડિયાઓ બેફામ થયા છે. ગુજરાત પોલીસ ગુજરાતમાં કેવા પ્રકારનું પેટ્રોલિંગ કરે છે. દારૂડિયા ડ્રાઈવર પોલીસના નાકની નીચેથી નીકળી જાય છે. પોલીસ શું પેટ્રોલિંગના નામે દેખાવ કરી રહી છે.
નબીરાઓ બેફામ કાયદો તોડી રહ્યા છે. પરંતું દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ ક્યાંથી આવી રહ્યો છે? ગુજરાતમાં દારૂ મળી રહ્યો છે તો જ વાહન ચાલકો પી રહ્યા છે. દારૂબંધીના ગુજરાતમાં ધજાગરા ઉડી રહ્યા છે. શું બુટલેગરો આગળ પોલીસ નતમસ્તક થઈ ગઈ છે? પોલીસ ઈચ્છે તો દારૂ તો શું ચપ્પલ ચોરી ના થાય. ગુજરાતમાં દારૂડિયાઓ અને બુટલેગરોને પોલીસ છાવરી રહી છે.
સુરતના કાપોદ્રામાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ જેવી જ ઘટના બનતા ચકચાર મચી છે. બેફામ બનેલા નબીરાએ સીફ્ટ કારથી 6 બાઈક ચાલકને ટક્કર માર્યાની ઘટના સામે આવી છે. કારની એટલી વધારે સ્પીડ હતી કે અકસ્માત બાદ બાઈક 20 ફુટ સુધી ઢસડાયું હતું. ત્યારે આ રફ્તાના કહેરની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં ઉત્તરાણનો રહેવાસી સાજન પટેલ નશાની હાલતમાં સીફ્ટ કાર લઈને પૂરપાટ ઝડપે જઈ રહ્યો છે...નિયમોને નેવે મૂકી BRTS કોરીડોરમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો..ત્યારે કાપોદ્રામાં કોરીડોર બહાર થયેલ અકસ્માતને જોવા માટે બાઈક ચાલકો ઊભા હતા...ત્યારે પૂરપાટ ઝડપે આવેલા સાજન પટેલે સીફ્ટ કારથી 6 બાઈકોને એકસાથે ટક્કર મારી હતી...ત્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મગલદીપ, પી.પી.મણિયા, પી.પી. સવાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે..જો કે અકસ્માત બાદ કાર ચાલકને લોકોએ ઘટના સ્થળે જ ઝડપી માર માર્યો હતો..અને પોલીસના હવાલે કર્યો હતો.
મહત્વનું છે સાજન પટેલ મૂળ સુરતનો જ છે અને કારની લે-વેચનો ધંધો કરે છે..ત્યારે અહીં સવાલ સુરત પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે...અમદાવાદમાં 9 લોકોને ભરખી જનાર તથ્યકાંડ બાદ પણ સુરત પોલીસે કોઈ શિખ ના લીધી..અને બેફામ બનેલા નબીરાઓ પર લગામ લગાવવમાં સુરત પોલીસ નિષ્ફળ સાબિત થઈ રહી છે...કોઈ રીલ્સ બનાવવાના ચક્કરમાં જોખમી સ્ટંટ કરે છે..તો કોઈ બેફામ ડ્રાઈવિંગ કરી રસ્તે જતા લોકોને રમકડાંની જેમ ફંગોળે છે..ત્યારે સુરત પોલીસના પેટ્રોલિંગ અને મેગા ડ્રાઈવના દાવા માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે...ક્યારે આ રફ્તારના રાક્ષસો પર સુરત પોલીસ કાયદાની લગામ લગાવશે..ક્યારે આવા બેફામ નબીરાઓને કાયદાના પાઠ ભણાવશે સુરત પોલીસ...ક્યાં સુધી બેફામ ડ્રાવિંગથી નબીરાઓ સુરતીઓને લેતા રહેશે અડફેટે..
અમદાવાદ બાદ સુરતમાં પણ બેફામ કાર ચલાવતા નબીરાઓથી લોકોના જીવને જોખમ...
- નશાની હાલમાં કાર ચલાવતા યુવાનને લોકોએ માર મારી પોલીસના હવાલે કર્યો#Surat #accident #roadaccident #drunkanddrive #cctv #ZEE24kalak #Gujarat@GujaratPolice @sanghaviharsh @CP_SuratCity pic.twitter.com/u3DEn9oQWz
— Zee 24 Kalak (@Zee24Kalak) July 31, 2023
અગાઉ પણ સાજન પટેલે નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. રીલ્સના ચક્કરમાં સાજન પટેલે જોખમી સ્ટંટ કર્યા છે. દારૂની બોટલ સાથે ડ્રાઈવિંગ કરતો સાજન પટેલનો વીડિયો વાયરલ થયો છે. બેફામ ડ્રાઈવિંગ કર્યાની સાજન પટેલની રીલ્સ સામે આવી છે. સાજન પટેલ રીલ્સ બનાવી છે તેમાં ડાયલોગ મારી રહ્યો છે કોઈ મારી ગાડીને ઓવરટેક કરે તો હું એવરજ પણ નથી જોતો..અને કોઈ મારી ગાડીને ઓવરટેક કરવાનું વિચારે તે મજાક સમાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે