રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કોરોના (Coronavirus) ની વૈશ્વિક મહામારીના પગલે કેન્દ્ર સરકારે 20મી એપ્રિલથી વેપાર-ઉદ્યોગોને આંશિક છૂટછાટો સાથે શરૂ કરવાની શરતો સાથે ત્રીજી મે સુધી લૉકડાઉન લંબાવ્યું છે. ત્યારે કચ્છ (kutch) માં પણ લોકડાઉનમાં છૂટછાટ આપવા માટે માંગ થઈ રહી છે. કચ્છમાં 17મી એપ્રિલ સુધીમાં તંત્ર પાસે કુલ ૯૫૩ અરજી આવી હતી. જેમાંથી અત્યાર સુધી 440 ઔદ્યોગિક એકમોને મંજૂરી અપાઈ હતી. 485 અરજી ના-મંજૂર કરાઈ છે. 2 એકમોએ પરવાનગીની જરૂરિયાત ન હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. અત્યાર સુધીમાં કુલ 11442 કર્મચારીઓ અને 933 વાહનોને પરવાનગી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છમાં લૉકડાઉનમાં લગ્નને લીલી ઝંડી અપાઈ


કચ્છમાં લૉકડાઉનમાં લગ્નને લીલી ઝંડી અપાઈ છે. ત્યારે હવે કચ્છમાં સોશયલ ડિસ્ટન્સીંગ સાથે વર-વધૂ ફેરા ફરી શકશે. લૉકડાઉન પાર્ટ 2માં વેપાર-ઉદ્યોગોને શરતી છૂટછાટ અપાઈ છે. પરંતુ કલેક્ટરે લગ્ન માટે પણ શરતી મંજૂરી આપી છે. કલેક્ટરે તમામ તાલુકા મામલતદારોને લગ્નની મંજૂરી આપવા અંગેની સૂચના આપતો પરિપત્ર મોકલ્યો છે. લગ્નપ્રસંગે વીસથી વધુ લોકો એકત્ર થઈ શકશે નહિ. જોકે તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.


ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગે આજે કુલ 57 લોકોના સેમ્પલ મેળવીને લેબમાં મોકલ્યાં છે. આ 57માંથી 37 લોકો લખપતની કોરોનાગ્રસ્ત મહિલાના સંપર્કમાં આવેલાં છે. 16 લોકો હાલ ક્વૉરન્ટાઈનમાં છે અને 4 સેમ્પલ જી.કે. જનરલના મેડિકલ સ્ટાફ સહિતના લોકોના છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર