Coldwave In Gujarat અર્પણ કાયદાવાલા/અમદાવાદ : રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતીઓએ ક્યારેય અનુભવી ન હોય તેવી ઠંડી હાલ અનુભવાઈ રહી છે. પરંતું આ વચ્ચે સૌથી ઠંડુગાર રહેતા નલિયાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે. શિયાળામાં સૌથી વધુ ઠંડુગાર રહેવાનો રેકોર્ડ બનાવતા નલિયામાં આ વર્ષે કાશ્મીર જેવુ થીજી ગયું છે. 2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા થીજી ગયું છે. હવામાન ખાતાના આંકડા અનુસાર, કચ્છના નલિયામાં 2 ડિગ્રીનો પારો નોંધાયો છે. જેથી ત્યાં ઠંડી કેવી હશે તે સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુજનો પારો પણ સિંગલ ડિજીટમાં
હવામાન ખાતાના લેટેસ્ટ આંકડા અનુસાર, ગુજરાતના વિવિધ શહેરોમાં ઠંડીનો પારો ઉંચકાયો છે. ડીસા 6.9,  ભુજ 9 ડિગ્રી, અમદાવાદ 10 ડિગ્રી, રાજકોટ 10, અમરેલી-વડોદરા 11.6 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડ્યો છે. માત્ર નલિયા જ નહિ, કચ્છમાં ભુજનો પારો પર સિંગલ ડિજિટમાં 9 ડિગ્રી ઉપર પહોંચ્યો છે. ભારે ઠંડીના કારણે જિલ્લામાં જનજીવન પ્રભાવિત બન્યું છે. 


આ પણ વાંચો : 


ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જીત, રાષ્ટ્રપતિએ આ બિલને આપી લીલીઝંડી


ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે આ નેતાનું નામ સૌથી આગળ, ગુજરાત સાથે છે કનેક્શન


લોકો તાપણા અને હીટરના સહારે
અમદાવાદ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. ગુજરાતમાં બે દિવસથી શીતલહેરનો પ્રકોપ યથાવત છે. અનેક શહેરોમાં તાપમામ 10 ડિગ્રી નોંધાયું છે. 10 ડિગ્રી તાપમાન નોંધાતા કાતિલ ઠંડીથી ઠુઠવાયા લોકો છે. ઠંડીથી બચવા માટે લોકોએ તાપણાનો સહારો લીધો છે. તો અનેક ઘરોમાં હીટર ચાલુથઈ ગયા છે. 


ગુજરાત ઠંડુગાર: ગિરનાર-પાવાગઢમાં રોપવે બંધ, હવામાન વિભાગની ધ્રુજાવી નાખે તેવી આગાહી