• મુન્દ્રા બંદરે ચાર કરોડનું લાલ ચંદન પકડાયું 

  • રેલવે મારફતે આવેલા કન્ટેનરમાં ગેરકાયદે લાલચંદન આવ્યુ

  • DRI ની ટીમે બાતમીના પગલે ટીમે ઝડપી પાડયો

  • દિલ્હીના નિકાસકારનું કન્ટેનર ખોલતા જ લાલ ચંદન નીકળ્યું 


રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કરોડોનું ડ્રગ્સ પકડાયા બાદ કચ્છના મુન્દ્રા બંદરે ચાર કરોડનું લાલ ચંદન પકડાયું છે. રેલવે મારફતે આવેલા કન્ટેનરમાં ગેરકાયદે લાલચંદન (red sandalwood) મળી આવ્યુ છે. DRI ની ટીમે બાતમીના પગલે કરોડોનું લાલ ચંદન પકડ્યુ છે, જેની ઈન્ટરનેશનલ માર્કેટમાં મોટી ડિમાન્ડ છે. દિલ્હીના નિકાસકારનું કન્ટેનર all cargo cfs માં ખોલતા લાલ ચંદન (lal chandan) નીકળ્યું હતું. જે જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આ લાલચંદન હોંગકોંગ નિકાસ માટે જતું હતું. હોંગકોંગ જતું 13 ટન લાલ ચંદન ભરેલું કન્ટેનર મુન્દ્રા પોર્ટથી ઝડપાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ પર લાલ ચંદન મુન્દ્રા પોર્ટથી ઝડપાયું હતું 
એક્સપોર્ટર પેઢી દિલ્હીની હોવાનું સ્પષ્ટ થતા તેની કચેરી અને ઈનપુટ આધારિત પ્રતિષ્ઠાનોમાં દરોડાનો સિલસિલો ચાલુ છે. કન્સાઈન્મેન્ટ સાથે જોડાયેલા કસ્ટમ હાઉસ એજન્ટ (custom house agent) સહિતને ઝડપવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. મુન્દ્રા પોર્ટ પરથી લાલ ચંદનની દાણચોરીનો બનાવ સામે આવ્યો છે. મુન્દ્રા પોર્ટ ખાતે દિલ્હીના નિકાસકારનું કન્ટેનર ઓલ કાર્ગો સી.એફ.એસમાં ખોલતા તેમાંથી હોંગકોંગ નિકાસ માટે આવેલા 4 કરોડના લાલ ચંદનના જથ્થાને ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું.


આ પણ વાંચો : બનાસકાંઠામાં લુપ્ત થયેલો ખાસ પ્રકારનો ગોળ ફરી બનાવાયો, દૂરદૂરથી ડિમાન્ડ વધી


દિલ્હીના નિકાસકારે રેલવે મારફતે કન્ટેનરને મુન્દ્રા પોર્ટ લાવ્યા બાદ શંકાસ્પદ કન્ટેનરમાં લાલ ચંદન છે તેવી પૂર્વ બાતમી ગાંધીધામ DRI ને મળી હતી. આ બાતમીના આધારે DRI દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માલગાડીમાંથી બંદરમાં લઈ જતી વખતે ટર્મિનલમાં જ લાલ ચંદન ભરેલા કન્ટેનરને ઝડપી પાડવામાં આવ્યું હતું અને ઓલ કાર્ગો સી.એફ.એસ માં તેને લઇ જવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી લાલ ચંદનની દાણચોરી ગતિવિધિ શાંત રહ્યા બાદ હવે ફરીથી દાણચોરી શરૂ થઈ છે તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે.


ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા કરાયેલ કાર્યવાહીમાં કુલ 13 ટન રક્ત ચંદનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં નિકાસકાર તરીકે ભોલી એક્સપોર્ટ દિલ્હીનું નામ સામે આવ્યું છે. કન્ટેનરમાં આયર્ન અને બ્રાસનો બિલ્ડીંગ મટીરિયલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને ખોટું મટિરીયલ કરીને તેની આડમાં રક્તચંદનનું નિકાસ કરવામાં આવી રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા ચંદનની ઇન્ટરનેશનલ બજારમાં કિંમત અંદાજે 4 કરોડ જેટલી છે. છતાં પણ પકડાયેલ રક્તચંદનની ગુણવત્તા ઉપર બજાર કિંમત આધાર રાખે છે.


ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા મુન્દ્રા અદાણી પોર્ટ પર ડ્રગ્સનો વિશ્વ વિક્રમી જથ્થો ઝડપયા બાદ વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આગામી સમયમાં આ રક્તચંદનના પ્રકરણમાં પણ ઘણા મોટા ખુલાસો થાય તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી હતી.