બનાસકાંઠામાં લુપ્ત થયેલો ખાસ પ્રકારનો ગોળ ફરી બનાવાયો, દૂરદૂરથી ડિમાન્ડ વધી
બનાસકાંઠાના ધાણધાર પંથકમાં વર્ષો પહેલાં જુવાર, શેરડી, ચણા જેવા પાકો લહેરાઈ રહ્યાં હતાં. આ પંથકમાં શેરડીનું મોટા પાયે વાવેતર થતું હતું. જે શેરડીમાંથી દેશી ગોળ તેમજ પાતળો ગોળ ખૂબ મોટા પ્રમાણમાં બનતો અને શિયાળામાં લોકોનો મુખ્ય ખોરાક પણ ગોળ હતો. પરંતુ સમય જતાં પાણીના અભાવે આ વિસ્તારમાંથી આ પાકો લુપ્ત થઈ ગયા. ત્યારે હવે આ પંથકમાં ફરીથી ખેડૂતો બહારના રાજ્યમાંથી શેરડી લાવી ગોળ બનાવી રહ્યાં છે. ત્યારે દૂર દૂરથી લોકો અહીં પાતળો ગોળ લેવા માટે આવી રહ્યા છે.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાના ધાણધાર પંથકમાં વર્ષો પહેલાં જુવાર, શેરડી, ચણા જેવા પાકો લહેરાઈ રહ્યાં હતાં. આ પંથકમાં શેરડીનું મોટા પાયે વાવેતર થતું હતું. જે શેરડીમાંથી દેશી ગોળ તેમજ પાતળો ગોળ ખૂબ મોટા પ્રમાણમાં બનતો અને શિયાળામાં લોકોનો મુખ્ય ખોરાક પણ ગોળ હતો. પરંતુ સમય જતાં પાણીના અભાવે આ વિસ્તારમાંથી આ પાકો લુપ્ત થઈ ગયા. ત્યારે હવે આ પંથકમાં ફરીથી ખેડૂતો બહારના રાજ્યમાંથી શેરડી લાવી ગોળ બનાવી રહ્યાં છે. ત્યારે દૂર દૂરથી લોકો અહીં પાતળો ગોળ લેવા માટે આવી રહ્યા છે.
એક સમયમાં જ્યાં ધાન્ય એટલે કે અનાજની ધાર થતી હતી અને તેના પરથી આ વિસ્તારનું નામ ધાણધાર પડ્યું હતું. તેવા ધાણધાર પંથકમાં એક સમયે જ્યાં શેરડીના પાક સતત લહેરાતા જોવા મળતા હતા. જ્યાં શેરડીમાંથી ગોળ મોટા પ્રમાણમાં બનતો હતો. તેમજ લોકો દેશી શુદ્ધ ગોળ રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગ કરતા હતા. તેવા ધાનધાર વિસ્તારમાં પાણીના તળ ઊંડા ગયા બાદ શેરડીનું વાવેતર બંધ થઈ ગયું. જેના કારણે ગોળ બનાવવાનું પણ બંધ થઈ ગયું. જોકે હવે 30 વર્ષ બાદ આ વિસ્તારના ખેડૂતોએ મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોમાંથી શેરડી લાવી તેને પીલી નાખી ઉકાળીને કેમિકલમુકત ગોળ તેમજ પાતળો ગોળ બનાવવાનું શરૂ કર્યું છે. જે ગોળ બનાવવા શેરડીને કોલું મશીનમાં પિલવામાં આવે છે. ત્યારબાદ તેના રસને અલગ અલગ રીતે થાળમાં ઉકાળવામાં આવે છે. જેના 5 કલાક બાદ આ ગોળ તૈયાર થાય છે. જેને આ વિસ્તારના લોકો પાતળો ગોળ કહે છે. કેમિકલ વગર બનતા આ ગોળનું ખૂબ મહત્વ છે. શિયાળાની કડકડતી ઠંડીમાં આ ગોળ શરીર માટે ખૂબ લાભદાયી ગણાય છે. જેને લઇ લોકો આ ગોળનો મોટી માત્રામાં ખોરાકમાં ઉપયોગ કરે છે અને દૂર-દૂરથી આવી પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે.
આ ગોળ ખાનારા કહે છે કે, આ ગોળ ખાવા માટે ખુબજ સ્વાદિષ્ટ અને ફાયદાકારક છે. બનાસકાંઠામાં વર્ષો બાદ ફરીથી આવો પાતળો ગોળ વેચાઈ રહ્યો છે. આ ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
બનાસકાંઠા જિલ્લામાં વસતા સૌ કોઈને ખબર છે કે પાછલા 30 વર્ષથી અપૂરતા પાણીને લીધે જિલ્લામાં ક્યાંય શેરડીનું ઉત્પાદન થતું નથી. સૌ કોઈની એવી માન્યતા છે કે શેરડીના ઉત્પાદનમાં ખૂબ જ વધુ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. જમીન ભેજવાળી હોય એ ખૂબ જરૂરી હોય છે. ત્યારે શેરડીનું વાવેતર બંધ થઈ જતા હવે ખેડૂતો બહારના રાજ્યોમાંથી શેરડી લાવી ગોળ બનાવી રહ્યા છે. જેને લઈને કેમિકલ વિનાના ગોળ માટે દિવસેને દિવસે લોકોની માંગ વધી રહી છે. ગોળ બનાવનાર અસરફભાઈ જણાવે છે કે, ગામડાઓમાં વર્ષોથી આ ગોળ ખૂબ ખવાય છે. પરંતુ આ ગોળ કોઈ બનાવતું નહોતું, પરંતુ અમે શેરડી લાવી ગોળ બનાવવાનું શરૂ કર્યું. જેનાથી લોકો હવે દૂર દૂરથી ગોળ લેવા આવે છે. શિયાળામાં 4 મહિના સુધી આ ગોળ બને છે. જે ઠંડીમાં લોકો માટે આ ગોળ ખૂબ ફાયદાકારક ગણાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે