ઝી મીડિયા/બ્યૂરો :કચ્છના માધાપરના એન.આર.આઈ વૃદ્ધ એક યુવતીએ ફેંકેલી હનીટ્રેપની જાળમાં ફસાયા હતા. હનીટ્રેપના આ કિસ્સામાં બે મહિલા સહિત ત્રણ પકડાયા છે. મીરઝાપરમાં વડીલ અને યુવતી 15 મિનિટ બંધ રૂમમાં હતા ત્યારે એક યુવાન ઘૂસી આવ્યો અને વૃદ્ધને છરીની અણીએ મામલો પતાવવા કહીને રોકડા 25 લાખ માંગ્યા હતા. વૃદ્ધે આ વિશે પોલીસને જાણ કરાતા ફિલ્મી ઢબે હિલ ગાર્ડન પાસે પાંચ લાખ લેવા આવેલા સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માધાપરના વતની ધનજીભાઈ પિંડોરીયા છેલ્લા 25 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં પરિવાર સાથે સ્થાયી થયા હતા. 70 વર્ષીય ધનજીભાઈ હાલ પોતાના વતન માધાપર આવ્યા છે. એક વર્ષ પહેલા કેન્યામાં રહેતા મિત્રના માધ્યમથઈ તેમનો સંપર્ક નેહા મરંડ નામની યુવતી સાથે થયો હતો. બંને જણા વોટ્સએપથી વાતો કરતા હતા. હાલ ધનજીભાઈ વતન આવ્યા ત્યારે યુવતીએ તેમને કહ્યુ કે હુ પણ માધાપર રહુ છું. બંને વચ્ચે ભુજમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન તેની સાથે મનીષા મારવાડા નામની યુવતી પણ આવી હતી. નેહાએ વૃદ્ધને જણાવ્યુ હતું કે, મનીષાની માતા બીમાર છે. તેથી ધનજીભાઈએ મનીષાને 10 હજાર રૂપિયાની મદદ કરી હતી. આ બાદ મુલાકાતો વધતી ગઈ હતી.


આ પણ વાંચો : કિશોરીને હતી વાળ ખાવાની બીમારી, તબીબોએ પેટમાંથી કાઢ્યો 78 સેન્ટીમીટરનો વાળનો ગુચ્છો


આ બાદ ધનજીભાઈ કાર લઈને મિરજાપર આવ્યા હતા, જ્યાં નેહા અને મનીષા તેમની કારમાં બેસ્યા હતા. ત્રણેય જણા મિરજાપુરના એક ખાલી મકાનમાં ગયા હતા. જ્યાં ધનજીભાઈ અને નેહા એક રૂમમાં ગયા હતા અને મનીષા બહાર જ ઉભી હતી. આ દરમિયાન એક યુવક ધરમાં આવી ચઢ્યો હતો અને ઘનજીભાઈને ધમકી આપી હતી. આખરે ધનજીભાઈને સમજાયુ હતુ કે તેઓ હનીટ્રેપમાં ફસાયા છે. યુવકે મામલો બતાવવા 25 લાખ માંગ્યા હતા. પરંતુ આખરે 5 લાખમાં સમાધાન કરવામાં આવ્યુ હતું.


આ બાદ ધનજીભઆઈએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી હિલગાર્ડન પાસે જતા એલસીબી અને એ ડિવિઝન પોલીસે પહેરો ગોઠવ્યો હતો. બે યુવકો વૃદ્ધ પાસે રૂપિયા લેવા આવ્યા હતા. એક્ટિવા પર આવેલા એક યુવક વિવેક બુચિયાને પોલીસે પકડી પાડ્યો હતો, જ્યારે કે બીજો યુવક ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે નેહા અને મનીષાની પણ અટકાયત કરી છે.