Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : પૂર્વ કચ્છ પોલીસે ગળપાદર જેલમા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન છ કેદીઓને કેફી પદાર્થ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. આ કામગીરી દરમિયાન મોબાઈલ ફોન, રોકડા રૂપિયા અને એક દારૂની બોટલ પણ મળી આવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે, તાજેતમરમાં કોન્સ્ટેબલ નીતા ચૌધરી સાથે પકડાયેલ યુવરાજસિંહ જાડેજા પણ જેલમાં દારૂ પીતો પકડાયો છે. આ સાથે જ 5 જેલ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ગળપાદર જિલ્લા જેલ ખાતે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું હતું. અલગ-અલગ ટીમો દ્વારા બેરેકમા કેદીઓની ઝડતી કરવામાં આવતા કેફી પદાર્થ પીધેલી હાલતમાં છ કેદીઓ મળી આવ્યા હતા. તેમજ મોબાઇલ અને દારૂની બોટલ અને ઉપરથી રોકડા રૂપિયા 50 હજાર મળી આવ્યા હતા. 


ગળપાદર જીલ્લા જેલ ખાતે રાત્રી દરમ્યાન સરપ્રાઇઝ ઝડતી-તપાસ ચેકીંગ હાથ ધરી ગેરકાયદે મોબાઇલ ફોન, રોકડ રકમ તેમજ પ્રોહીબીશન એક્ટ તળે ગુનો રજીસ્ટર કરી કેદીઓ વિરૂધ્ધ કાયદેસરની પૂર્વ કચ્છ જીલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. 


સોમનાથ મહાદેવ પર મેઘરાજાનો જળાભિષેક : સમુદ્રનો ઘૂઘવાટ જોઈ દર્શનાર્થીઓ અભિભૂત થયા!


આ કામગીરીમા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક, સાગર બાગમાર, પૂર્વ-કચ્છ, ગાંધીધામની આગેવાનીમાં એલ.સી.બી., એસ.ઓ.જી, ગાંધીધામ એ ડીવીઝન, ગાંધીધામ બી ડીવીઝન, આદીપુર પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી ગળપાદર જિલ્લા જેલ ખાતે રાત્રી દરમ્યાન અલગ-અલગ બેરેકો વાઇજ સરપ્રાઇઝ ઝડતી-તપાસ ચેકીંગ હાથ ધરી હતી. તમામ બેરેકની તપાસ કરાઈ હતી. જેમાં એક બેરેકમાં આરોપીઓ કેફીપીણું પીધેલ હાલતમાં ઝડપાયા હતા. તેમજ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં મળી આવ્યા હતા. આ ઉપરાંત આરોપીઓ પાસેથી 50 હજાર રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી. તમામ મુદ્દામાલ કબજે લઇ આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.


હવે ગુજરાતનો વારો પડશે! રેડ એલર્ટ પર છે 11 જિલ્લા, ધોધમાર વરસાદ ગમે ત્યારે ત્રાટકશે


આ ઉપરાંત જેલની હાઇ સિક્યુરીટી બેરેકની છત ઉપરથી ૫૦૦ના દરની નોટ નંગ-૧૦૦, કુલ્લે રૂ.૫૦,૦૦૦ તથા ચાર્જર નંગ-૧ કિંમત રૂપિયા. ૧૦૦ મળી આવી હતી. 


આ કાર્યવાહી દરમિયાન પોલીસે એક પ્લાસ્ટિકની પાણીની બોટલ, ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ, કાળા કલરનો એપ્પલ કંપનીનો આઇફોન નંગ-૦૧, કિમત રૂપિયા ૧૦,૦૦૦, સેમસંગ કંપનીનો એન્ડ્રોઈડ ગેલેક્સી A05 મોબાઈલ ફોન નંગ-૦૧, કિમત રૂપિયા ૫,૦૦૦, એપ્પલ કંમ્પનીનો 15 Pro MAX મોડેલનો આઇફોન નંગ-૦૧, કિમત રૂપિયા. ૭૫,૦૦૦, સેમસંગ કંમ્પનીનો સાદો કીપેડ વાળો મોબાઇલ ફોન નંગ-૦૧, કિમત . રૂપિયા ૫૦૦ રોકડા રૂપિયા-૫૦,૦૦૦ મળી કુલ્લે કિંમત રૂપિયા ૧.૪૦,૭૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. 


આ કાર્યવાહી બાદ પ્રોહીબીશન તળે કુલ 7 કેસ રજીસ્ટર કરવામાં આવ્યા છે. જે પૈકી દારૂ પીધેલાના કેસો-૦૬ તથા વિદેશી દારૂ કબજાનો કેસ-૦૧ રજીસ્ટર કરાયા છે. તેમજ જેલની અંદર ગેર કાયદેસર મોબાઇલ ફોનના ઉપયોગ બદલ તેમજ રોકડ રકમ મળી આવેલ તે બાબતે અલગથી ગુન્હો રજીસ્ટર કરાયો છે. 


કૃષ્ણની દ્વારકા નગરી પાણીમાં જળ મગ્ન, મેઘતાંડવ બાદની નગરીનો આકાશી નજારો જુઓ