કૃષ્ણની દ્વારકા નગરી પાણીમાં જળ મગ્ન, મેઘતાંડવ બાદની નગરીનો આકાશી નજારો જુઓ

Dwarka Flood : દ્વારકા અને જૂનાગઢમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિનો સામે આવ્યો આકાશી નજારો....ભગવાન દ્વારિકાધિશની નગરીમાં મેઘતાંડવ તો જૂનાગઢના ઘેડ પંથકમાં આકાશી આફતથી જ્યાં નજર પડે ત્યાં જોવા મળી રહ્યું છે પાણી...

1/7
image

24 કલાકમાં 17 ઈચ વરસાદથી આખું દ્વારકા પાણી પાણી થયું છે. સમગ્ર દ્વારકા જળબંબાકાર થયેલું છે. 24 કલાકમાં વરસાદનો વિરામ પણ પાણી ઓસર્યા નથી. લોકોને હજી પણ ઘુંટણ સમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. દ્વારકામાં નગરપાલિકા તંત્ર પણ લાચાર છે. લોકોએ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. 

કૃષ્ણની નગરી દ્વારકા પાણીમાં જળમગ્ન

2/7
image

કૃષ્ણની દ્વારકા નગરીના મેઘતાંડવ બાદના દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. દ્વારકાના આવળ પાળા વિસ્તારોના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દ્વારકામાં નજર પડે ત્યાં પાણી જ પાણી છે. યાત્રાધામ દ્વારકામાં અનરાધાર વરસેલા વરસાદે વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. દ્વારકાના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. 

દ્વારકાના અનેક વિસ્તારો હજૂ પાણીમાં 

3/7
image

દ્વારકાનું સુરજકરાડી ગામ હજુપણ પાણીમાં ગરકાવ છે. સુરજકરાડી ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. બજાર સહિત લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો બીજી તરફ ઓખા નગરપાલિકાનું તંત્ર હજુપણ ઊંઘમાં છે. બે દિવસ બાદ પણ કોઈ અધિકારી ફરક્યા પણ નથી. 

4/7
image

તો આ તરફ સૂરજકરાડીનો ઉદ્યોગનગર વિસ્તાર પણ પાણીમાં ડૂબેલો છે. વરસાદ રોકાયો છતાં પાણી ઓસરતા નથી. તો ઓખા તંત્ર દ્વારા પણ હજુ સુધી કોઈ મદદ કરવામાં આવી નથી.

5/7
image

દ્વારકાનગરી હજુપણ પાણીમાં ગરકાવ છે. વરસાદ રોકાવા છતાં પાણી ઉતરતા નથી. અનેક વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે. ઈસ્કોન ગેટ, ભદ્રકાળી વિસ્તારમાં પાણી જ પાણી છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. 24 કલાક બાદ પણ પાણી ન ઉતરતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

6/7
image

7/7
image