Kutch News : ગુજરાતના કચ્છ જિલ્લામાં એક ફિલ્મી સ્ટાઈલની ઘટના સામે આવી છે. પૈસાની લેવડદેવડના વિવાદનું સમાધાન કરવા આવેલા યુવકોને હીરોપંતી ભારે પડી ગઈ છે. પહેલાં સરપંચ સાથે ઝડપી ગાડી ચલાવવા બાબતે ઝઘડો કર્યો હતો અને અંતે પોલીસે તેમનો પીછો કર્યો હતો. આખરે પોલીસને ચકમો આપવાનો તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. પોલીસે તેઓને પકડી લીધા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણીવાર તમે ફિલ્મોમાં જુઓ છો કે પોલીસ ગુનેગારોનો પીછો કરે છે અને પછી પકડી પાડે છે. આવું જ એક ફિલ્મી દ્રશ્ય ગુજરાતના કચ્છ જિલ્લાની પોલીસ સાથે બન્યું હતું. જેમાં કચ્છ પોલીસે એક-બે નહીં પરંતુ ચાર યુવકોનો 66 કિલોમીટર સુધી પીછો કરીને તેમને પકડી લીધા હતા. ફાયરિંગ કરીને ભાગી ગયેલા યુવકો અને પોલીસ વચ્ચે 44 મિનિટ સુધી રસાકસી ચાલી હતી, પરંતુ આખરે પોલીસે એસયુવીમાં સવાર ચાર યુવકોને ઝડપી લીધા હતા, જોકે આ માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.


મુખ્યમંત્રીના જ નિર્ણયનો ઉલાળિયો કરતા મંત્રીઓ માટે નવું ફરમાન છૂટ્યું


સરપંચ સાથે થયો હતો ઝઘડો
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓ માંડવી તાલુકાના નાની વિરાણી ગામમાં રહેતા જીતુ પટેલ પાસે રૂપિયાની લેણદેણમાં સમાધાન માટે ગયા હતા. જીતુ ઘરે ન મળતા તેઓ મંદિરે ગયા હતા. આ દરમિયાન તેમણે ગામની સાંકડી ગલીઓમાં તેજ ગતિએ કાર ચલાવતા ગામના સરપંચ લાલજી મહેશ્વરી સાથે તેની બોલાચાલી થઈ હતી. જ્યારે ગામના લોકોને એસયુવીમાં સવાર યુવકની વર્તણૂંક પર શંકા ગઈ તો ભારે ભીડ એકઠી થઈ ગઈ. સરપંચે સમગ્ર મામલે ગડસીમા પોલીસને જાણ કરી હતી. હવે ભીડની વચ્ચે ફસાતાં જોઈને SUVમાં સવાર યુવકોએ લોકોને હટાવવા માટે ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું.


પટેલ પરિવારમાં મોટી દીકરીના લગ્ન પહેલા માતા અને બે બહેનો થઈ ગુમ, લગ્ન અટકી પડ્યા


ફાયરિંગ બાદ પોલીસ પાછળ પડી
એસયુવીમાં સવાર યુવકો ગામમાંથી તેજ ગતિએ ભાગવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ સક્રિય બનેલી પોલીસ પહેલાં તો આ એસયુવીને રોકી શકી ન હતી, પરંતુ પોલીસે જીએમડીસી વિસ્તારમાંથી એસયુવીનો પીછો શરૂ કર્યો હતો. પોલીસના વાયરલેસ મેસેજ પર શેરડી ગામ પાસે એસયુવીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એસયુવીમાં સવાર યુવકો વાહનમાંથી કૂદીને વંધ ગામ તરફ ભાગવા લાગ્યા હતા. ત્યારબાદ પીછો કરતા પોલીસે કોડે અને માંડવી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.


ગેનીબેન ઠાકોરે દીકરીઓના ભાગી જવા પાછળ આપ્યુ આ કારણ, ઠાકોર સમાજના લોકોને ચેતવ્યા


પાછળ પોલીસ અને આગળ ઘેરાબંધી
હાઇવે પર માંડવી પોલીસની ગાડી જોતાં એસયુવી સવાર યુવકોએ દહિસરા તરફ વળ્યા હતા, પરંતુ પાછળ આવેલા ગઢસીમા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ હાર ન માની અને એસયુવીનો પીછો ચાલુ રાખ્યો હતો. સામેની એસયુવીએ યુ-ટર્ન લીધો અને કોડે તરફ વળી હતી. અહી પોલીસે ત્રણ ટ્રકો રોડ પર ઉભી રાખી રસ્તો બ્લોક કરી દીધો હતો. આખરે પોલીસની રણનીતિ ફળી ગઈ અને એસયુવી થંભી ગઈ. પોલીસે ચાર યુવકોને એસયુવી સાથે ઝડપી લીધા હતા. એસયુવીમાં સવાર યુવકોની ઓળખ વિજાભા ગઢવી (26), કુલદીપ જાડેજા (24), સિદ્ધરાજ જાડેજા (27) અને ઈમરાન રૌમા (24) તરીકે થઈ છે. પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


બાબા બાગેશ્વરના આગમન પહેલા વિજય રૂપાણીનું મોટું નિવેદન, રાજકોટમાં કહી આ વાત