રાજેન્દ્ર ઠક્કર/ કચ્છ: કચ્છના (Kutch) ભચાઉ તાલુકામાં એક ગામ અગ્રણીની હત્યા (Murder) કરવા સોપારી આપવામાં આવી હોવાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપ (Audio Clip) ગામના જ સરપંચની (Sarpanch) હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલો સામે આવતા ભચાઉ પોલીસ (Bhachau Police) દોડતી થઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના (Bhachau) છાડવારા ગામના અગ્રણીની હત્યા કરવા મામલે ગામના જ સરપંચ (Sarpanch) દ્વારા સોપારી આપવામાં આવી છે. છાડવારા ગામના રામજીભાઈ ચાવડાની હત્યા (Murder) કરાવવા માટે સરપંચ દ્વારા શાર્પ શૂટરને (Sharp Shooter) સોપારી આપવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે છાડવારા ગામના સરપંચ રામા દેવકણ ડાંગરની ઓડિયો ક્લિપ (Audio Clip) વાયરલ થઈ છે. આ સમગ્ર મામલે રામજી ચાવડા ફરિયાદ નોંધાવશે. જો કે, આ મામલે ભચાઉ પોલીસ (Bhachau Police) તપાસ કરી રહી છે. ત્યારે આ ઓડિયો ક્લિપ બાદ ફરી કચ્છમાં ઢીચ્યાંઉ... ઢીચ્યાંઉની ચર્ચાઓ જોવા મળી રહી છે.


આ પણ વાંચો:- CM રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટને કેન્દ્રીય રેલવે મંત્રીનો સંપૂર્ણ સહયોગ, અમદાવાદ- સૌરાષ્ટ્ર વચ્ચે કનેક્ટિવિટી વધતા ટ્રાન્સપોર્ટેશનને મળશે વેગ


ત્યારે આ મામલે ભચાઉના (Bhachau) ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, ઓડિયો ક્લિપ (Audio Clip) મને મળ્યા બાદ તાત્કાલીક આ મામલે ભચાઉ પોલીસ (Bhachau Police) સ્ટેશનના પીએસઆઇને તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જે બાદ ભચાઉ પોલીસ સ્ટેશનના પીએસઆઇ (PSI) દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 


આ પણ વાંચો:- કરુણતા : થરાદમાં મહિલાએ 4 બાળકીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું, 3 ના મોત


જો કે, પ્રાથમિક તપાસમાં આ મામલે 3 માસ પહેલાં જીરાના પાક સળગાવવાની ફરિયાદ મુદ્દે સરપંચ દ્વારા વેર રાખી હત્યા કરવાની સોપારી આપવામાં આવી હોવાની વાત સામે આવી છે. સરપંચ બનાવવા માટે રામ ડાંગરને મદદરૂપ થયા બાદ તેના પુત્રએ ગરીબ ખેડૂતના પાકમાં આગ લગાડી હોવાની ફરિયાદ કર્યા અંગેનું મનદુ:ખ હોવાનું જાણવા મળી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube