ભુજ : મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ આજે કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી આજે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ સાથે મુલાકાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારનાં વિશ્વાસે ન રહેશો! શાહીબાગની સોસાયટીએ જાતે ક્લબ હાઉસમાં બનાવ્યું કોવિડ સેન્ટર


તબીબો તથા પેરામેડીકલ સ્ટાફને શાબાશી આપીને તેમની કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીએ હોસ્પિટલમા સારવાર લઈ રહેલા દર્દીઓના સગા-વ્હાલાઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને સારવાર સંદર્ભે પૃચ્છા કરીને તેમના પરિજનો ઝડપથી સ્વસ્થ્ય બનશે એવી શુભેચ્છા આપી હતી. સરકાર તમામ પ્રકારની સારવાર આપવા સક્ષમ છે, એટલે આપે સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી એવી સાત્વના આપી હતી.


ફ્રન્ટલાઇન વોરિયર્સ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ 2500 થી વધારે સ્ટાફ દિવસ રાત જોયા વગર કરી રહ્યા છે કામ


અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. અહીં પણ તેઓએ હોસ્પિટલની વ્યવસ્થા અંગેનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત તેમણે જામનગરમાં પણ દર્દીઓનાં સગા સંબંધીઓ સાથે મુલાકાત કરી હતી. તેમને સાંત્વના પાઠવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube