સરકારનાં વિશ્વાસે ન રહેશો! શાહીબાગની સોસાયટીએ જાતે ક્લબ હાઉસમાં બનાવ્યું કોવિડ સેન્ટર

સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખુબ જ વિકટ બની છે. દર્દીઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો થઇ રહ્યો છે. તેવામાં સરકાર તરફથી કોઇ જ પ્રકારની મદદ મળી નથી રહી. તમામ હોસ્પિટલો ફુલ છે. કલાકો સુધી લાઇનોમાં બેસવા છતા પણ વારો નથી આવી રહ્યો. જેના કારણે લોકોનાં એમ્બ્યુલન્સમાં જ મોત થઇ રહ્યા છે. 

Updated By: Apr 17, 2021, 07:14 PM IST
સરકારનાં વિશ્વાસે ન રહેશો! શાહીબાગની સોસાયટીએ જાતે ક્લબ હાઉસમાં બનાવ્યું કોવિડ સેન્ટર

અમદાવાદ: સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખુબ જ વિકટ બની છે. દર્દીઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો થઇ રહ્યો છે. તેવામાં સરકાર તરફથી કોઇ જ પ્રકારની મદદ મળી નથી રહી. તમામ હોસ્પિટલો ફુલ છે. કલાકો સુધી લાઇનોમાં બેસવા છતા પણ વારો નથી આવી રહ્યો. જેના કારણે લોકોનાં એમ્બ્યુલન્સમાં જ મોત થઇ રહ્યા છે. 

ફ્રન્ટલાઇન વોરિયર્સ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ 2500 થી વધારે સ્ટાફ દિવસ રાત જોયા વગર કરી રહ્યા છે કામ

શાહીબાગનાં એક એપાર્ટમેન્ટ આત્મનિર્ભર બનવા પ્રયાસ કર્યો છે, જેમાં સોસાયટીમાં આવેલા ડોક્ટર અને સભ્યો દ્વારા સોસાયટીનાં ક્લબ હાઉસમાં જ કોરોનાના બેડ ઓક્સિજન સાથે લગાવીને ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી છે. અહીં સોસાયટીમાં રહેતા લોકોને સારવાર અપાઇ રહી છે. નજીકમાં જ રહેતા ડોક્ટર રાઉન્ડ ધ ક્લોક સારવાર કરી રહ્યા છે. 

માનસિક કોરોનાથી વ્યક્તિનું મોત, દરગાહમાં જઇ ગળુ કાપી આપઘાત કરી લેતા ચકચાર

શીતલ એક્વા દ્વારા તદ્દન નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સોસાયટીમાં આવેલા ક્લબ હાઉસને કોવિડ સેન્ટર તરીકે બનાવ્યું છે. જેમાં સોસાયટીમાં રહેતા રહીશોને જો કોરોના થાય અને બેડ ન મળે ત્યાં આ સોસાયટીમાં બનાવાયેલા કોવિડ સેન્ટરમાં ફ્રીમાં સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત સોસાયટીમાં જ રહેતા ડોક્ટર પણ આ કોવિડ સેન્ટરમાં મદદ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube