Kutch Tourism રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છમાં ઘણા બધા ફરવાલાયક સ્થળો આવેલા છે. જ્યાં પ્રવાસીઓ સતત આવતા રહેતા હોય છે. જેમાં વિશ્વના ફરવાલાયક સ્થળોમાં જેની ગણના થાય છે. એવા કડિયા ધ્રોમાં પહેલા વાવાઝોડાના પાણીથી અને હવે વરસાદી પાણીથી ઝરણા વહેતા થયા છે. જેને નીહાળવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસા પહેલા જ ભારે વરસાદ વરસતા અનેક ફરવાલાયક સ્થળોની પ્રાકૃતિક સુંદરતામાં વધારો થયો હતો. બિપરજોય વાવાઝોડાના કારણે થયેલા ભારે વરસાદના કારણે ભારતના ગ્રાન્ડ કેન્યન કડિયા ધ્રોમાં શરૂઆતમાંજ નદીમાં પાણી આવ્યા હતા. જેના કારણે અહીં ઝરણાં વહેવાના શરૂ થતા પ્રવાસીઓ અહીં આવવાના શરૂ થઈ ગયા હતા. હવે ચોમાસામાં પણ અહીં પ્રવાસીઓનો ધસારો યથાવત છે.


17 થી 20 જુલાઈના દિવસો ભયાનક જશે : 3 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદની આગાહી


ભૌગોલિક વૈવિધ્યતા ધરાવતા કચ્છ પ્રદેશમાં અનેક સ્થળો પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પરંતુ કડિયા ધ્રો એક એવું સ્થળ છે, જેને બે વર્ષ પહેલા સુધી કોઈ ઓળખતું ન હતું. 2021 ના વર્ષમાં અમેરિકાના એક પ્રતિષ્ઠિત અખબારે તેને વિશ્વના શ્રેષ્ઠ ફરવાલાયક સ્થળોની યાદીમાં સમાવતા રાતોરાત બધાના મોઢે કડિયા ધ્રોનું નામ આવતું થયું હતું. માત્ર બે જ વર્ષમાં લાખો પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે. 


નખત્રાણા તાલુકાના ગામડાઓમાં આવેલા કડિયા ધ્રો ખાતે એક સમયે સપાટ રહેલી ખડકોને પવનની થપાટો અને પાણીનો ઘસારો લાગતાં આજે અચરજ પમાડે તેવી કોતરો જોવા મળે છે. કોટડા થરાવડા, ભડલી, લાખીયારવીરા, જતાવીરા, મોરજર અને નથ્થરકૂઇના નિર્જન વિસ્તારોમાં કુદરતે કમાલનું નક્શીકામ કર્યું છે. આ કારણે જ આ સ્થળને ભારતના ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખવામાં આવે છે.


અમરનાથ યાત્રા ગુજરાતીઓ માટે ઘાતક બની, ચોથા ગુજરાતીનું યાત્રા દરમિયાન મોત


મુખ્યત્વે કડિયા ધ્રો એક સીઝનલ પર્યટક સ્થળ છે જેને જોવા લોકો મોટેભાગે ચોમાસામાં જ આવે છે. ચોમાસામાં આ કોતરોમાં પાણી વહી નીકળે ત્યારે ક્યાંક નાના નાના ઝરણા વહેતા જોવા મળે છે. ઉંડી ઉંડી કોતરો વચ્ચે ક્યાંક નાના તળાવ પણ જોવા મળે છે અને પ્રકૃતિના આ અદભૂત દૃશ્યો નિહાળવા લોકો અનેક કિલોમીટરનો કઠિન રસ્તો કાપી અહીં પહોંચે છે.


ડાકોર મંદિરમાં પોલીસમાં થયા દેવદૂતના દર્શન, હાર્ટએટેક આવતા જ CPR આપી જીવ બચાવ્યો


કડિયા ધ્રોનું પ્રાકૃતિક સૌંદર્ય નીખર્યું
બિપોરજોય વાવાઝોડા દરમિયાન સમગ્રકચ્છમાં ભારે વરસાદ વરસતા આ ચોમાસાનો પર્યટન સ્થળ ચોમાસા પહેલા જ ખીલી ઉઠ્યું હતુ. ભરઉનાળે ધ્રોમાં પાણી આવતા અનેક જગ્યાઓ પર તળાવ ભરાયા હતા. જેના કારણે ભરઉનાળે કોતરો વચ્ચે ઝરણાં પણ વહેવા લાગ્યા હતા. આફતના પાણી થકી આ સ્થળનું પ્રાકૃતિક સૌંદર્ય નીખરી ઉઠ્યું હતું. ત્યારે હવે વરસાદી પાણી પણ તેની શોભા વધારી રહ્યું છે.