કુંવરજી બાવળીયા પાંચ વાર જીતી ચૂક્યા છે `જસદણનો જંગ`
જસદણમાં હાલમાં જ પેટાચૂંટણી યોજાઈ ગઈ અને આજે પરિણામનો દિવસ છે. જસદણમાં હાલ ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા કુંવરજી બાવળીયા અગાઉ કોંગ્રેસની ટિકિટ પરથી પાંચ વાર ચૂંટણી લડીને જીતી ચૂકેલા છે. જસદણમાં ભાજપે આ વખતે પેટાચૂંટણી જીતવા માટે મેગા પ્રચાર કર્યો છે. જેમાં CM, 7 મંત્રી, 38 MLA, 3 કેન્દ્રીય મંત્રીએ પ્રચાર કર્યો હતો. કોંગ્રેસની ટિકિટ પરથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યાં છે. પરંપરાગત રીતે જોવા જઈએ તો આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે.
કુંવરજી બાવળીયા પાંચવાર જીત્યા છે આ સીટ
પહેલા કોંગ્રેસમાં અને ત્યારબાદ ભાજપમાં આવેલા કુંવરજી બાવળીયા આ બેઠક પરથી અગાઉ પાંચવાર ચૂંટણી જીતી ચૂકેલા છે. આ વખતે કોણ જીતશે તે તો આવનારો સમય જ કહેશે. 1995, 1998, 2002, 2007, 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બાવળીયા કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યા હતાં અને જીત્યાં હતાં. જો કે હવે તેઓ ભાજપમાંથી લડી રહ્યાં છે. આ સીટ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ હોવાથી હવે ચૂંટણી રોમાંચક બની રહી છે. ભાજપ તરફથી આ ચૂંટણીમાં પ્રચાર માટે કોઈ તક જવા દેવામાં આવી નથી. રાજ્યના દિગ્ગજ નેતાઓ પ્રચારમાં જોડાયા હતાં.
ભાજપે કર્યો મેગા પ્રચાર
જસદણમાં ભાજપે આ વખતે પેટાચૂંટણીમાં મેગા પ્રચાર કર્યો છે. જેમાં CM, 7 મંત્રી, 38 MLA, 3 કેન્દ્રીય મંત્રીએ પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત 5 સાંસદ, 6 પૂર્વ મંત્રીઓએ પણ પ્રચાર કર્યો હતો. ભાજપના 95 નેતાઓ પણ જસદણ પેટાચૂંટણીનાં મેગા પ્રચારમાં જોડાયા હતા. જસદણમાં ભાજપ તરફથી કુંવરજી બાવળીયા ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસની ટિકિટ પરથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યાં છે. પરંપરાગત રીતે જોવા જઈએ તો આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે.
બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ
જસદણની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસની સાથે પ્રદેશ પ્રમુખો માટે પણ પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે. પેટાચૂંટણીનું પરિણામ બંને પક્ષના નેતા પર અસર પાડશે. હાલ ભલે પેટાચૂંટણી હોય પણ માહોલ રાજ્યસભાની ચૂંટણી જેવો સર્જાયો છે. જો આ પેટાચૂંટણી ભાજપ જીત્યું તો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની શાખમાં વધારો થશે. અને જો હારશે તો પ્રદેશ પ્રમુખ પર સીધી જ અસર પડશે. આ તરફ કોંગ્રેસ જીત્યુ તો પરેશ ધાનાણી મજબૂત રહેવાશે. અને જો કોંગ્રેસ હારશે તો પરંપરાગત બેઠક ગુમાવવાનો બુટ્ટો લાગી જશે.