Sabarkantha News શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા​ : સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દૃઢવાવ ગામના એક પરિવારના 10 સહીત 40 થી વધુ શ્રમિકો કુવૈતમાં અટકાયત હેઠળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે કુવૈતથી પરત ફરેલા દૃઢવાવના અલ્પેશ પટેલ કહી રહ્યા છે. તો સાત દિવસ પોલીસ અટકાયતમાં રહ્યા ત્યારે કેવી તકલીફો પડી તેમના મોઢે સંભાળવા મળ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે જ્યાં રહેતા હતા એ બિલ્ડીંગની લાઈટ બંધ કરી દીધી 
કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે જણાવ્યું કે, સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના દૃઢવાવના એક જ પરિવારના 10 ઉપરાંત ગામના અને આજુબાજુના જાલેટી,ચિતરીયા, ચિઠોડા ગામના મળી 40 થી વધુ યુવાનો કુવૈત ગયા હતા. જ્યાં થોડા સમય પહેલા મગફમાં બનેલી આગની ઘટના બાદના બે દિવસ પછી ગવર્મેન્ટ ધ્વારા ઈસ્તીક્લાલમાં બિલ્ડીંગમાં રહેતા શ્રમિકોની તપાસ હાથ ધરી હતી. કુવૈત પોલીસ દ્વારા ચાર બિલ્ડીંગની લાઈટો બંધ કરી દીધી હતી. જેને લઈને શ્રમિકો દ્વારા ઇન્ડિયન એમ્બેસીમાં રજૂઆત કરતા બીજા દિવસે લાઈટ ચાલુ કરી હતી. તો બિલ્ડીંગમાં રહેતા શ્રમિકોને મકાન ખાલી અન્ય જગ્યા રહેવા જવા માટેનું ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. 


ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ


સાત દિવસ નરક જેવા લાગ્યા
આ દરમિયાન બીજા દિવસે ઈદને લઈને મકાન શોધવા ગયા હતા, જે શોધી પરત આવી શ્રમિકો સરસામાન પેકઅપ કરતા હતા, ત્યારે પોલીસે બિલ્ડીંગમાં આવી પહોચી હતી. તમામ લોકોની પહેરેલા કપડા સાથે પોલીસે અટકાયત કરીને તમામના મોબાઈલ અને સિવિલ આઈડી કાર્ડ લઇ લીધા હતા. તમામને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જલીપ સપરા ખાતે આવેલી સબજેલમાં અલ્પેશ પટેલ સાથે 103 ને લઇ ગયા હતા. જ્યાં સાત દિવસ જેલમાં વિતાવ્યા હતા. તો અલ્પેશ પટેલ સાથે બે પાકિસ્તાની અને બાકીના ઈન્ડિયન હતા. પોલીસ દ્વારા બીમાર શ્રમિકો માટે દવાઓ પણ પૂરી નહોતા આપતા અને મારતા પણ હતા. જમવાનું પણ યોગ્ય આપતા ન હતા. સાત દિવસ નરક જેવા લાગ્યા હતા.


દુનિયાના અંતની નવી ભવિષ્યવાણી, એક નવી મહામારીથી માણસો બની જશે ઝોમ્બી


અમને ભોજનમાં પણ નોનવેજ પીરસાયું
સાત દિવસ શ્રમિકો માટે યાતનાના દિવસો પસાર થવા લાગ્યા હતા. પહેરેલા કપડાએ જ લઈ ગયા બાદ તેમને ભોજનમાં જ પણ નોનવેજ પીરસવામાં આવતું હતું. તો વળી નહાવા માટે સાબુ પણ પોતાના ખર્ચે ખરીદવા માટે પરવાનગી નહોતી. આ તો ઠીક કોઈને મદદ માટે જાણ કે, પછી કોઈની પણ સાથે વાતચીત પણ કરવા દેવામાં આવી રહી નહોતી. જેને લઈ તેમના માટે એક એક દિવસ પસાર કરવો મુશ્કેલ બની ગયો હતો. અલ્પેશ પટેલને જ્યા રાખવામાં આવ્યો હતો ત્યાં 103 લોકો હતા. જ્યારે તે જ્યાં રહેતો હતો તે બિલ્ડીંગથી 1108 લોકોની અટકાયત કરવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે, આ મહિને 2 જુનના રોજ કુવૈતની એક ઈમારતમા આગ લાગતા 50 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં 45 ભારતીયો સામેલ હતા. આ તમામ શ્રમિકો એક જ ઈમારતમાં રહેતા હતા. આ આગકાંડથી કુવૈત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં જાણવા મળ્યું કે આ ઈમારતમાં અનેક લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા. જેમાં કેટલાક ગુજરાતીઓ પણ ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવા ગેરકાયદેસર રહેતા 10 ગુજરાતીઓને કુવૈત પોલીસે ધરપકડ કરી હતી.


ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ