કમોસમી વરસાદથી ખેડૂતોને રોવાનો વારો નહિ આવે, રાજ્ય સરકારે આપી મહત્વની સૂચના
ક્યાર વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુકશાન અંગે કૃષિ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે કૃષિ વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી.
અમદાવાદ :ક્યાર વાવાઝોડા (kyar cyclone) થી ખેડૂતોને થયેલ નુકશાન અંગે કૃષિ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અતિવૃષ્ટિથી ખેડૂતો (Farmers) ને થયેલ નુકશાન માટે વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતોને વળતર ચૂકવવાની માહિતી આપવામાં આવી છે. તેમજ કયા જિલ્લાના કયા ખેડૂતે કઈ વીમા (Insurance) કંપનીના ટોલ ફ્રી નંબર (Toll free number) પર ફોન કરવાનો તેનું લિસ્ટ જાહેર થયું છે. તેમજ કમોસમી વરસાદમાં ભોગ બનનાર ખેડૂતોએ આ નંબર પર ફરિયાદ કરીને પોતાના વિસ્તારની પોતાના થયેલા નુકસાનની ફરિયાદ કરવાની રહેશે અને વીમા કંપની તો જ માન્ય રાખશે તેવું કૃષિ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
‘ક્યાર બાદ હવે ગુજરાતના માથે ‘મહા’ વાવાઝોડાનું સંકટ, જુઓ શું કહે છે આગાહી
156 તાલુકાની ખેતીને વરસાદની અસર થઈ
ચોમાસામાં અતિવૃષ્ટિ અને ક્યાર વાવાઝોડાથી પાક નુકસાનીનું વળતર મેળવવા કૃષિ વિભાગની આજે મહત્વની બેઠક મળી હતી. જેના બાદ પ્રેસ કોન્ફરન્સમાં વિભાગ દ્વારા વીમા માટે ખેડૂતોને ફોર્મ ભરવાની અપીલ કરાઈ છે. વિભાગના મુખ્ય અધિક સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું કે, રાજ્યના 156 તાલુકામાં કમોસમી વરસાદની અસર થઈ છે. 1 ઈંચથી વધારે વરસાદ થયેલા 18 જિલ્લાના 44 તાલુકાઓ છે, જેમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજ્ય સરકાર અપીલ કરે છે કે, વીમા કંપની ના ટોલ ફ્રી નંબર ઉપર ખેડૂતોને ફરિયાદ નોંધાવે. સરકાર ફોન અને એસએમએસ દ્વારા ખેડૂતોને જાણકારી આપશે. વીમા કંપની અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ દ્વારા ખેડૂતોના સ્થળ ઉપર જઈને નુકસાનના સરવે કરશે. હાલ સરવે મુજબ, ડાંગરના વાવેતરમાં નુકશાન, મગફળીમાં પાણી પડવાથી બગાડ થવાની શક્યતા છે. કપાસમાં ફુલ બેસ્યા હોય તો ફૂલ બેસી જવાની સમસ્યાની થાય છે. તેથી આવા નુકશાનીવાળા વિસ્તારો આઈડેન્ટીફાઈ કર્યા છે.
કમોસમી વરસાદથી નુકશાન વેઠી રહેલા ખેડૂતો માટે મંત્રી આરસી ફળદુએ આપ્યા રાહતના સમાચાર
વીમો ન લીધો હોય ત્યાં સરવેનું કામ આજથી શરૂ
તેમણે જણાવ્યું કે, મધ્ય ગુજરાતમાં જે ખેડૂતોએ વીમો નથી લીધો ત્યાં કૃષિ વિભાગના અધિકારીઓને સૂચના આપી છે તે ગામોમાં સર્વેનું કામ આજથી શરૂ કરી દેવામાં આવશે. નિયમો અંતર્ગત આવા ખેડૂતોને જે નિયમો અને નિયમન તંત્ર સહાય ચૂકવવામાં આવશે. કમોસમી વરસાદથી તાજેતરમાં જ નુકસાન થયું છે તેમાં વળતર 25 થી 30 દિવસની અંદર આપી દેવામાં આવશે. આ અગાઉના ખેડૂતો માટે નુકસાનીના ત્રણ તબક્કાના સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ છે અને તેની ચૂકવણી 10 થી 12 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. 150 કરોડ જેટલી રકમ અગાઉના સર્વેમાં ચુકવણી કરવા પાત્ર થશે.
સરદાર પટેલના અધૂરા સપના અને કાશ્મીર માટે પીએમ મોદીએ સંબોધનમાં શું કહ્યું, જાણો મુદ્દાસર વાત
પાક વીમો ન લીધો હોય તેવા ખેડૂતો માટે પણ રાજ્ય સરકારે પાક નુકસાનીની સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. જે ખેડૂતોએ પાક વીમો નથી લીધો તે ફોન કરીને અરજી નોંધાવી શકશે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો 48 કલાકમાં અરજી કરી શકશે. અમદાવાદના ખેડૂતો ટોલ ફ્રી નંબર 1800 1165 15 નંબર પર અરજી નોંધાવી શકે છે. ફોન પર અરજી નોંધાવવામાં અડચણ આવે તો નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અધિકારીને અરજી આપી શકાશે. વિસત પેટ્રોલપંપ પાસે, સાબરમતી-અ'વાદ ખાતે અરજી આપી શકાશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :