અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અરબી સમુદ્રમાં સર્જાયેલા કયાર વાવાઝોડા (Kyar Cyclone) ની અસર ગુજરાતમાં વર્તાવા લાગી છે. આ વાવાઝોડુ ઓમાન (Oman) તરફ ફંટાવાનુ છે જોકે તેનો વ્યાપ 800 કિલોમીટર કરતાં પણ વધારેનો હોવાથી ગુજરાત (Gujarat) સહિત દેશના અન્ય રાજ્યોમાં તેની અસર જોવા મળી રહી છે. ક્યારના પગલે બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. ઠેક ઠેકાણે માવઠા થયા જેને પગલે ખેડૂતોને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Pics : આને કહેવાય ખરું લક્ષ્મીપૂજન, કોટેચા પરિવારના પુરુષોએ ઘરની તમામ મહિલાઓની પૂજા કરી


અરબી સમુદ્રમાં વાવાઝોડું વધુ તોફાની બન્યું છે. હવામાન ખાતા પાસેથી મળેલી માહિતી અનુસાર, હાલ ક્યાર સુપર સાયક્લોન બની ગયું છે. તે 6 કલાકે 13 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. જેને કારણે દરિયાઈ કાંઠે 230 થી 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. આ સાયક્લોનની અસર હજી વધુ બે દિવસ રહેશે. ત્યાર બાદ ક્યાર વાવાઝોડું નબળું પડશે. એટલે કે નવુ વર્ષ અને ભાઈબીજના દિવસે પણ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ બની રહેશે. ગુજરાતના વાતાવરણ પલટો આવવાથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 


ચોપડા થયા જૂના, અમદાવાદના વેપારીઓએ લેપટોપની પૂજા બાદ પહેલી જમા-ઉધારની નોંધ કરી


દ્વારકાના સમુદ્રમાં ક્યારનો કહેર...
અરબી સમુદ્રમાં સર્જાયેલ "ક્યાર" વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયા કિનારે મોજા ઉછળી રહ્યાં છે. રાજપરા બંદરે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. અહીં દરિયો સીમા તોડીને 60 મીટર સુધી આગળ વધ્યો છે. કસ્ટમ હાઉસની ઓફિસમાં દરિયાના પાણી ઘૂસ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા માછીમારોના શેડ તબાહ થયા છે. હજુ પણ તોફાની મોજામાં વધારો થઈ રહ્યો છે. કિનારો વટાવીને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. યાત્રાધામ દ્વારકાના બજારોમાં દરિયાના પાણી ઘૂસી આવ્યા છે. દરિયામાં ભરતી ઓટ અને લો પ્રેશરનાં કારણે પાણી બજારમાં ઘુસ્યા છે. જેથી સવારથી જ વાહનો અને રાહદારીઓ પ્રવાસીઓને હાલાકી પડી રહી છે. 


દિવાળી પર ખુશ કરી દેશે આ Video, ગાડી આવતા જ ભાગી ગયું ગામમાં આવેલું 6 સિંહોનું ટોળું


યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટ ખાતે દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા છે. દરિયા કિનારે નજીકના બેઠકજી ખાતે પાણી ભરાયા છે. આ કારણે દિવાળી નિમિત્તે દર્શનાર્થે આવતા યાત્રિકોને ભારે હાલાકી પડી રહી છે. પૂનમ અને અમાસના દિવસે બેઠકજી ખાતે અનેક વાર આવી સમસ્યા સર્જાય છે. વિકાસના કામો અંતર્ગત બેઠકજી નજીકની પ્રોટેક્શન દિવાલ રિનોવેટેડ કરવામાં આવતા આવી સ્થિતિ સર્જાઈ છે. બેઠકજીના સેવક દ્વારા અનેકવાર તંત્રને આ મામલે રજૂઆત કરાઈ છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :