Pics : આને કહેવાય ખરું લક્ષ્મીપૂજન, કોટેચા પરિવારના પુરુષોએ ઘરની તમામ મહિલાઓની પૂજા કરી

જુનાગઢ (Junagadh) ના રાજકીય અગ્રણી ગિરીશભાઈ કોટેચા (Girish Kotecha) ના ઘરે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન (Laxmi Poojan) કરવાં બદલે ઘરની મહિલાઓનું પૂજન કરવામાં આવે છે. ગિરીશભાઈના ઘરમાં આ પરંપરા તેમના પૂર્વજોથી ચાલી આવે છે. દિવાળી (Diwali) ના દિવસે ઘરની મહિલાઓને બાજોઠ ઉપર બેસાડી જેવી રીતે ભગવાન આરતી ઉતારવામાં તેવી જ રીતે આરતી ઉતારાય છે. તેમની ક્ષમાયાચના કરવામાં આવે છે. ગિરીશભાઈ કહે છે ઘરની સ્ત્રીઓ જ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે અને જો દરેક ઘરે આવી પ્રણાલી હોય તો ઘરમાં શાંતિ અને ધંધામાં હંમેશા બરકત રહે છે. 

હનીફ ખોખર/જુનાગઢ :જુનાગઢ (Junagadh) ના રાજકીય અગ્રણી ગિરીશભાઈ કોટેચા (Girish Kotecha) ના ઘરે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન (Laxmi Poojan) કરવાં બદલે ઘરની મહિલાઓનું પૂજન કરવામાં આવે છે. ગિરીશભાઈના ઘરમાં આ પરંપરા તેમના પૂર્વજોથી ચાલી આવે છે. દિવાળી (Diwali) ના દિવસે ઘરની મહિલાઓને બાજોઠ ઉપર બેસાડી જેવી રીતે ભગવાન આરતી ઉતારવામાં તેવી જ રીતે આરતી ઉતારાય છે. તેમની ક્ષમાયાચના કરવામાં આવે છે. ગિરીશભાઈ કહે છે ઘરની સ્ત્રીઓ જ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે અને જો દરેક ઘરે આવી પ્રણાલી હોય તો ઘરમાં શાંતિ અને ધંધામાં હંમેશા બરકત રહે છે. 
 

1/3
image

જુનાગઢના લોહાણા પરિવાર વર્ષોથી પોતાની ઘરની મહિલાઓનું પૂજન લક્ષ્મી પૂજનનાં દિવસે કરે છે. તેમનું માનવું છે કે ઘરમાં જે રહેતી લક્ષ્મીનું જે લોકો માન જાળવે છે તે લોકોને ક્યારેય દુખ નથી પડતું.

2/3
image

લોહાણા પરિવારના પતિ પોતાની પત્ની, માતા દીકરીઓની આરતી ઉતારે છે. તેમનું પૂજન અર્ચન કરે છે અને તેઓના આશીર્વાદ પણ લે છે. આ પરિવારના લોકો પોતાના ઘરમાં રહેતી મહિલાઓને લક્ષ્મીનું રૂપ માને છે. ગિરીશ કોટેચાને ત્યાં આ ઉત્સવ ઉજવાય છે.

3/3
image

આ ઘરની મહિલાઓ પણ પોતાને ખુશનસીબ માને છે. તેઓ કહે છે કે, 'અમારા ઘરમાં વર્ષોથી તમામ વહુઓનું પૂજન કરવામાં આવે છે. જે ઘરમાં મહિલાઓનું પૂજન થતું હોય તેને બીજે ક્યાંય લક્ષ્મી શોધવા જવું નથી પડતું. દીકરી અને વહુ જે ઘરમાં હસ્તી હશે તે ઘરમાં વાસ્તુશાસ્ત્રના કોઇ નિયમ લાગુ પડતા નથી.'