જૂનાગઢ : સૌરાષ્ટ્રમાં દેવદીવાળીથી શરૂ થતી લીલીપરિક્રમાનું અનોખું મહાત્મય છે. દર વર્ષે સેંકડો લોકો આ યાત્રા કરવા માટે ઉમટી પડતા હોય છે. જો કે કોરોનાને કારણે લીલીપરિક્રમાનો કાર્યક્રમ ખોરંભે ચડ્યો છે. ચાલુ વર્ષે પણ તંત્ર દ્વારા પહેલા લીલીપરિક્રમા માટે માત્ર અને માત્ર સાધુસંતોને જ પરવાનગી આપવામાં આવી હતી. જો કે આજે અચાનક જ તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોને પણ યાત્રા માટે પરવાનગી આપવામાં આવી હતી. જો કે તેમાં યાત્રીઓએ 400-400ના જથ્થામાં જવું પડશે તેવી શરત રાખવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT :માફીયાઓ બેફામ, પોલીસ-ખનીજ વિભાગના અધિકારીઓને લાઇનમાં ઉભા રાખી કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો ભાંડી


જો કે આ પરમિશનમાં પણ વનવિભાગ અને વહીવટીતંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા દરેક નાગરિકને જવા માટેની પરવાનગી આપવામાં આવી હતી. તો બીજી તરફ વન વિભાગને આ અંગે પુછવામાં આવતા વન વિભાગે આ અંગે કોઇ જ માહિતી નહી હોવાનું જણાવ્યું હતું. જેના કારણે વન વિભાગ અને વહીવટી સ્ટાફ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગે જણાવ્યું કે, આ અંગે કલેક્ટર દ્વારા અમને જાણ કરવામાં આવી નથી. 


રાજકોટમાં પત્નીએ પોતાના પ્રેમીને મળવા માટે પતિ સાથે એવું કરી નાખ્યું કે, માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે


આ અંગેની ફરિયાદ કરતો પત્ર પણ વનવિભાગના ડીસીએફે ગઈકાલે જ કલેક્ટરને પત્ર લખ્યો હતો. હજુ સુધી કલેક્ટર દ્વારા વનવિભાગને પરિક્રમા અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. તાત્કાલિક પરિક્રમા અંગે લેખિત આદેશ આપવા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં યાત્રીકો એકઠા થાય અનિચ્છનીય બનાવ બને તેવી ભીતિ પણ વન વિભાગે વ્યક્ત કરી છે. તાત્કાલિક મેજીસ્ટ્રેટ કક્ષાના અધિકારીની ગેઈટ પર નીમણૂંક કરવા રજુઆત કરવામાં આવી છે. પરિક્રમાને લઈને કલેક્ટરે કરેલ મીટીંગો સામે હવે સવાલો ઉઠી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube