રાજકોટમાં પત્નીએ પોતાના પ્રેમીને મળવા માટે પતિ સાથે એવું કરી નાખ્યું કે, માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે
Trending Photos
નરેશ ભાલિયા/રાજકોટ : કહેવાય છે કે એવરી થીંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર પ્રેમેમાં પ્રેમી કાંઈ પણ કરી જાય છે. આવો જ એક વિચિત્ર કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જિલ્લાના વીરપૂરના મેવાસામાં કે જ્યાં પ્રેમિકાએ તેના પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યાનો પ્રયાસ કર્યો અને હવે બંને પ્રેમી પંખીડા જેલમાં હવા ખાઈ રહ્યા છે. જો કે ઘટના એટલી આશ્ચર્યજનક છે કે માનવામાં પણ નહી આવે.
શું છે ઘટના કોને મારી નાખવાનો પ્રયાસ અને શું છે સમગ્ર હક્કીકત ?
ઘટના છે વીરપુર તાલુકા ના મેવાસા ગામ ની ગત તારીખ 11 ના રોજ ગામ માં રહેતા કિશોર ધીરુભાઈ રાદડિયા ઉ.વ. 34 તેના ઘરે બપોરે સુતા હતા, ત્યારે જામકંડોરણાના મોટા ભાદરા ગામનો રહેવાસી આશિષ અરવિંદભાઈ સાકરિયા અને તેનો મિત્ર પ્રતીક વિરડીયા તેના ઘરે આવ્યા હતા. કિશોરની પત્ની હિના સાથે મળીને તેને હાથે પગે બાંધીને ગાળું દબાવી મારવાનો પ્રયાસ કરતા હતા. સાથે તેને કિશોરને મારીને પંખા સાથે લટકાવી દેવાની વાત કરતા હતા. ત્યારે હિનાનો પતિ કિશોર ગમેતેમ કરીને ઘરમાંથી બહાર આવીને બૂમાંબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. હુમલાખોર આશિષ અને પ્રતીકને પકડીને તેની ઉપર હુમલો પણ કર્યો હતો. જેમાં આશિષ ઘાયલ થયો હતો. ગામ લોકોએ પોલીસને જાણ કરીને આ ત્રણેય હિના, આશિષ, પ્રતિકને પોલીસ હવાલે કર્યા હતા.
બપોરે હિના તેના પ્રેમી આશિષ અને સાથીદાર પ્રતીકે જયારે કિશોર ઉપર હુમલો કર્યો ત્યારે પ્રતીકે કિશોરના પગ પકડી રાખેલા હતા. હિના અને આશિષે ગળે ટૂંપો આપવાની કોશિશ કરી હતી. આશિષ અને હિના બન્નેએ કિશોરને મારીને તેને પંખા સાથે લટકાવી દેવાની વાત કરી હતી. જે સાંભળીને કિશોરે ગમે તેમ કરીને છટકીને ઘરની બહાર આવ્યો હતો. બુમાબુમ કરતા આસપાસના પાડોસીઓએ કિશોરને બચાવી લીધો હતો.
શા માટે હુમલો અને અને હત્યાનો પ્રયાસ ?
આખી વાત છે પ્રેમ પ્રકરણની કે જેમાં રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકાના મેવાસા ગામે રહેતા ઈજાગ્રસ્ત કિશોર ધીરુભાઈ રાદડિયાની પત્ની હિનાને જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામે રહેતા આશિષ અરવિંદભાઈ સાકરિયા સાથે પ્રેમ સંબંધ થઇ ગયો હતો. બંન્ને સતત મોબાઈલમાં વહટ્સએપ ઉપર મેસેજ કરતા રહેતા હતા. જેની જાણ હિનાના પતિ અને તેના કુટુંબીઓને થતા તેવોએ આશિષને મેવાસા બોલાવીને સમજાવ્યો હતો કે તું શા માટે બીજાનું ઘર ભાગવા ઉભો થયો છો. તું આ સબંધ તોડી નાખ અને અહીં બધું સમાપ્ત કર.
આશિષને મેવાસા બોલાવો અને હિના બંનેને સમજવાનોની વાત બંનેને ગમી નથી. જેનો બંને ને ખાર હતો, જેને લઈને હિનાએ આશિષને મેસેજે કરીને બપોરના સમયે મેવાસા બોલાવ્યો હતો. સમગ્ર પ્લાન કર્યો હતો. જેમાં હિના કે આશિષને કહ્યું કે હું કિશોરના પગ પકડી રાખીશ અને તું ગળું દબાવીને મારી નાખજે પછી કિશોરને ચૂંદડીથી ગળે બાંધીને તને પંખે લટકાવી દેશું, કિશોરને મારી નાખવાનો પ્લાન કિશોરની પત્ની હિનાએ ઘડીને તેના પ્રેમી આશિષને બોલાવ્યો હતો, પરંતુ હિના અને આશિષ તેના પ્લાનમાં સફળ થયા ન્હાતા અને પાડોશીના હાથે પકડાઈ ગયા હતા. હાલ તો હિના અને તેનો પ્રેમી આશિષ બંને હત્યાના પ્રયાસમાં જેલની હવા ખાઈ રહ્યાં છે અને તને સાથ આપનાર પ્રતીક વિરડીયા પણ જેલ હવાલે છે. હિના અને આશિષને તેનો પ્રેમ તો ન મળ્યો પરંતુ જેલ બરાબર મળી ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે