ચેતન પટેલ, સુરત: ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા લોકડાઉનમાં હેરાન પરેશાન થતા લોકોની વ્હારે આવ્યાં. તેમણે પોતાના મતદાતાઓને વતન જવા માટે બસની વ્યવસ્થા કરી આપી. ઓનલાઈન ફોર્મ ભરવા માટે શ્રમિકોને હાલાકી પડતા મદદ કરી. ધારાસભ્ય લલિત વસોયાએ 21 બસોના ભાડા ચૂકવ્યા. લોકડાઉનના કારણે સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે રાજ્ય સરકાર દ્વારા વતન પરત ફરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી બસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે આવા સમયે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા પોતે સુરત આવી પહોચ્યાં છે અને પોતાના મતદારોના જવા માટે બસની વ્યવસ્થા ઊભી કરી છે. જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય એ તમામના રૂપિયા ભરવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona સામેની જંગમાં 92 વર્ષના સુમનદાદા બન્યા સુપરહીરો, 'લિવ વિથ કોરોના ઍન્ડ લવ વિથ કોરોના'


ઝી 24 કલાક સાથે વાતચીતમાં લલિત વસોયાએ કહ્યું કે "હું બે દિવસથી સુરત આવ્યો છું કારણ કે એસટીની બસ ફાળવવાની જે વ્યવસ્થા છે તેમાં સરકારી તંત્રો વચ્ચે સંકલનનો જે અભાવ છે. 6 તારીખથી જે બસોના પૈસા ભરાઈ ગયા છે તેમને આજની તારીખ સુધી મેસેજ આવ્યાં નથી. ચાર ચાર દિવસથી લોકો એસી બસ ડેપો અને કલેક્ટર ઓફિસે ધક્કા ખાય છે. 2 દિવસની અંદર અમે 21 ગ્રુપ બનાવીને 21 બસના પૈસા એસટીમાં ભર્યા જે પૈકી જૂદી પ્રક્રિયાઓ કરીને મને ફક્ત 3 બસ મળી છે બાકી બસો માટે અમે હજુ પ્રયત્નો કરી રહ્યાં છીએ." 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube