શામળાજી: ટીંટોઈ મોડાસા રેલવે લાઈનના કામે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઈસરોલ જીવનપુર ગાજણ સહિતના 15 થી વધુ ગામોના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે. ખેડૂતોની કિંમતી જમીનનું સરકાર દ્વારા નજીવું વળતર આપવાની જાહેરાત કરવામાં આવતા ખેડૂતોમાં રોષનો માહોલ છે. ખેડૂતો વળતર વધારે આપવાની માંગ સાથે છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ કરી રહયા છે, ત્યારે આ વિરોધના ભાગ રૂપે અસરગ્રસ્ત ૧૦૦૦ ખેડૂતો મોડાસા તાલુકાના બાજકોટ ખાતે એકત્ર થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

State Energy and Climate Index: નીતિ આયોગના એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સ રેન્કિંગમાં ગુજરાતે વગાડ્યો ડંકો, મધ્યપ્રદેશ-ઝારખંડ સૌથી પાછળ


સરકાર દ્વારા જમીન સંપાદન સામે અપાયેલા વળતરના એવોર્ડ સળગાવી વિરોધ કર્યો હતો. ખેડૂત આગેવાન સાગરભાઈ રબારી પણ ખેડૂતોને ન્યાય માટે હાજર રહ્યા હતા અને ખેડૂતોને આ મુદ્દે ન્યાય અપાવવા ખેડૂતોની સાથે લડતમાં જોડાયા હતા. અરવલ્લી જિલ્લાના ખેડૂતોનો જમીન સંપાદન મામલે વિરોધ નોંધાવ્યો હતો. શામળાજી ટીંટોઈ મોડાસા રેલ લાઈનમાં સંપાદિત જમીનના વળતર મામલે ખેડૂતોનો વિરોધ નોંધાવ્યો હતો. અસરગ્રસ્ત ખેડૂતોએ વળતરની રકમના એવોર્ડ સળગાવી વિરોધ કર્યો હતો. 


દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું; 'ભાજપે સ્વીકારી લેવું જોઇએ કે તેમનાથી ગુજરાત સંભાળાતુ નથી'


રેલ વિભાગ દ્વારા કિંમતી જમીનોનું સામાન્ય વળતર અપાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂત આગેવાનો પણ આ આંદોલનમાં જોડાયા હતા. મોડાસા તાલુકાના ૪૧૦ ખેડૂતોની ૯૪ હેક્ટર જમીન સંપાદન કરી હતી. ૧ હજારથી વધુ ખેડૂતો વિરોધમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના જમીન સંપાદન મુદ્દે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. હાલ તો સમગ્ર મામલો વિવાદિત બનતા તંત્ર પણ દોડતું થયું છે. ખેડૂતોને મનાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube