દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું; 'ભાજપે સ્વીકારી લેવું જોઇએ કે તેમનાથી ગુજરાત સંભાળાતુ નથી'
ગુજરાત ભાજપે પ્રવાસી શિક્ષકની નવી પરંપરા શરૂ કરી છે... એક મહિનાના પ્રવાસી શિક્ષક. બીજા મહિને ક્યાં ફરજ હશે તે ખબર નથી. દિલ્હીમાં પણ ગેસ્ટ ટીચર છે જે કાયમી જેવા જ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ગુજરાતમાં શિક્ષણના નામે મજાક થઈ રહી છે, તેઓ સરકારી સ્કુલ ચલાવવા માંગતા નથી.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે રાજ્યના શિક્ષણમંત્રીના હોમટાઉન ભાવનગરમાં સહકારી શાળાઓનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મનીષ સિસોદીયાએ ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા એ ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતમાં જણાવ્યું હતું કે ગુજરાતના શિક્ષણમંત્રીએ અહંકાર સાથે કહ્યું હતું કે અમે ગુજરાતની શાળાઓ એટલી સારી કરી છે કે કોઇને ચિંતા કરવાની જરૂર નથી. જો કોઇને ના ગમતું હોય તે તે ગુજરાત છોડીને જઇ શકે છે. પરંતુ આજે મે ભાવનગરની બે શાળાઓની મુલાકાત લીધી છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ભાવનગરની બે શાળાઓની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, બે શાળાની મુલાકાતમાં દુ:ખ થયું. અહીં બાળકો માટે બેસવા બેંચ નથી, બેંચ તો દુરની વાત છે ફર્શ પણ નથી. બાળકી માટે સારા શૈચાલચ નથી, ટીચર પાંચ છ કલાક આવે છે તો બાળકો કંઇ રીતે ભણતા હશે. એક ખુણો શાળામાં એવો નથી જ્યાં કરોળિયાના ઝાળા ના હોય.
દિલ્લીના DyCM અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતમાં, ભાવનગર પશ્ચિમ મત વિસ્તારની સ્કૂલની લીધી મુલાકાત..
ZEE 24 કલાક પર મનીષ સિસોદિયાનો ખાસ Interview . જુઓ Video@PatelGaurav_ @msisodia#Gujarat #ZEE24Kalak #Bhavnagar pic.twitter.com/eD8m0I52hd
— Zee 24 Kalak (@Zee24Kalak) April 11, 2022
તેમણે જણાવ્યું કે ગુજરાત ભાજપે પ્રવાસી શિક્ષકની નવી પરંપરા શરૂ કરી છે... એક મહિનાના પ્રવાસી શિક્ષક. બીજા મહિને ક્યાં ફરજ હશે તે ખબર નથી. દિલ્હીમાં પણ ગેસ્ટ ટીચર છે જે કાયમી જેવા જ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ગુજરાતમાં શિક્ષણના નામે મજાક થઈ રહી છે, તેઓ સરકારી સ્કુલ ચલાવવા માંગતા નથી. રાજ્યમાં 27 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં તે શાસન ન ચલાવી શકે તો છોડી દે.
સિસોદિયાએ જણાવ્યું હતું કે, તમે ગુજરાત માટે ચુંટણી લડ્યા હતા, મહાનગર માટે નહી. તમે આઉટસોર્સીગ રાખો કાયમી કરો ના કરો એ બીજા મુદ્દો છે પણ એક મહિનાના પ્રવાસી શિક્ષકોએ ક્યાં હોય. મારી વિધાનસભામાં આવી સ્કુલ અને મહોલ્લા ક્લિનિક જોઇ શકો છો.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ખંભાત અને સાબરકાઠા મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે, ખુબ દુર્ભાગ્ય પુર્ણ ઘટના છે. ભાજપ લો એન્ડ ઓર્ડર સારી રીતે સંભાળતી હોવાનો દાવો કરે છે, તેમણે રમખાણો થવા દીધા નથી તેવું કહે છે પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ છે. 27 વર્ષના શાસનમાં પણ જો આજે રમખાણો થતા હોય તો ભાજપ સરકારે માની લેવું જોઇએ કે કાયદો અને વ્યવસ્થા તેમના હાથમાં રહી નથી. ભાજપે સ્વીકારી લેવું જોઇએ કે તેમનાથી ગુજરાત સંભાળાતુ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે