મુસ્તાક દલ/જામનગર :મનુષ્યની જિંદગીમાં સૌથી દુઃખની ઘડી એટલે ફાની દુનિયાને અલવિદા કહી પોતાનો જીવ છોડવો. તેના પરિવારમાં આ બાબત સૌથી દુઃખની વાત હોય છે. પરંતુ જામનગરમાં દેવીપૂજક પરિવાર દ્વારા દુઃખની ઘડીએ પણ પોતાના સ્વર્ગસ્થ પિતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે 109 વર્ષના વૃદ્ધની અંતિમ યાત્રા બેન્ડવાજા સાથે વાજતે ગાજતે શહેરના મુખ્ય માર્ગો પર અનોખી રીતે કાઢવામા આવી હતી. 


Success Story : એક કાંકરે બે પક્ષી મારવાની ટ્રીક અપનાવીને ગુજરાતના આ ખેડૂત બની ગયા માલામાલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના ઓશવાળ સેન્ટર નજીક કેનાલ પાસે રહેતા દેવીપૂજક પરિવારના 109 વર્ષની ઉંમર ધરાવતા બાઘાભાઈ પરમાર નામના વૃદ્ધનું અવસાન થયું હતું અને બાઘાભાઈ અવસાન પામતા પહેલા પરિવારજનોને જણાવ્યું હતું કે, પોતાના લગ્ન સમયે જે ખુશી તે મનાવી ન શક્યા, માટે હવે જ્યારે તેમનું મૃત્યુ થાય ત્યારે તેમની અંતિમયાત્રા એક લગ્નમાં જે રીતે ઉજવણી થતી હોય તેમ બેન્ડવાજા સાથે વાજતે-ગાજતે કાઢવામાં આવે. તેમની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા માટે પરિવારજનો દ્વારા 109 વર્ષના વૃદ્ધની અંતિમયાત્રા સમગ્ર સમાજની ઉપસ્થિતિમાં બેન્ડવાજા સાથે વાજતે ગાજતે કાઢવામાં આવી હતી.


બાઘાભાઈના પુત્ર ભોલાભાઈએ ઝી 24 કલાકને જણાવ્યું કે, એક સદીની ઉંમર વટાવી ચૂકેલા વૃદ્ધની ઇચ્છા પૂર્ણ કરવા માટે પરિવારજનોએ તમામ વ્યવસ્થા ગોઠવી હતી. જામનગર શહેરના મુખ્ય માર્ગો પર ઓશવાળ સેન્ટરથી લઈ સોનાપુરી સ્મશાન સુધી સ્વર્ગસ્થ વૃદ્ધની અંતિમ યાત્રા બેન્ડવાજા અને ઢોલ નગારા સાથે ખૂબ જ વાજતેગાજતે શહેરના મુખ્ય માર્ગો પર નીકળી, ત્યારે રાહદારીઓ પણ અનોખી અંતિમયાત્રાને નિહાળી અચંબામાં પડી ગયા હતા. જ્યારે પરિવારજનોએ બેન્ડવાજા ઉપરાંત અંતિમયાત્રામાં રૂપિયા પણ ઉડાવ્યા હતા. બેન્ડવાજાની વૃદ્ધની ઇચ્છા પૂર્ણ કર્યા બાદ સોનાપુરી સ્મશાન ખાતે અંતે શાસ્ત્રોક્ત વિધિથી વૃદ્ધની અંતિમક્રિયા કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....