વડોદરા : શહીદ જવાનની અંતિમ યાત્રામાં ભાવુક દ્રશ્યો સર્જાયા, શણગાર સજીને પત્નીએ આપી વિદાય
આસામમાં ફરજ દરમિયાન શહીદ થયેલા બીએસએફના જવાન સંજય સાધુના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સવારે તેમના ઘરથી નીકળેલી અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં રાજકીય આગેવાનો સહિત શહેરના નાગરિકો તેમને સલામી આપવા પહોંચ્યા હતા.
તૃષાર પટેલ/વડોદરા :આસામમાં ફરજ દરમિયાન શહીદ થયેલા બીએસએફના જવાન સંજય સાધુના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સવારે તેમના ઘરથી નીકળેલી અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં રાજકીય આગેવાનો સહિત શહેરના નાગરિકો તેમને સલામી આપવા પહોંચ્યા હતા. તો બીજી તરફ, મુસ્લિમ બિરાદરોએ પણ ચાદર ઓઢીને તેમનુ સન્માન કર્યું હતું. અંતિમ યાત્રા સમયે શહીદ જવાન માટે સૌ કોઈના આંખમાં આસુ હતા. પરંતુ જ્યારે તેમના પત્નીએ સોળ શણગાર સજીને તેમની પૂજા કરી હતી, ત્યારે એ ક્ષણ અત્યંત હૃદયદ્રાવક બની ગઈ હતી. પતિના મૃતદેહ સામે શણગાર સજેલી પત્નીના આંખમાંથી અશ્રુ વહી રહ્યા હતા.
Whatsapp વાપરતા લોકો થઇ જાઓ સાવધાન, આ ભૂલ કરશો તો થઇ જશે તમારૂ વોટ્સ એપ હૅક
અંતિમ યાત્રા બાદ શહીદ સંજય સાધુના પાર્થિવ દેહને ગોરવા સ્મશાન ગૃહે લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ સમયે રાજકીય આગેવાનો સહિત નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર પોલીસ કમિશ્નર અને બીએસએફના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ સમયે સેનાના જવાનો દ્વારા સ્મશાન ખાતે શહીદ વીરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું.
અનફીટ પોલીસ કર્મચારીઓને ફીટ બનાવવા માટે DGP શિવાનંદ ઝાએ શું કર્યું જુઓ
આસામમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની 6 બટાલિયન પીઆઈ સંજય સાધુ ફરજ બજાવી રહ્યા હતા. તેમનું પોસ્ટીંગ ધુબરી જિલ્લામાં હતું. પેટ્રોલિંગ સમયે ગાયની તસ્કરી કરતા શખ્સોને પકડવા જતા સ્લીપ સંજય સાધુ સ્લીપ થઈ ગયા હતા. તેઓ પૂરના પાણીથી ભરેલા નાળામાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં સંજય સાધુ મૃત્યુ પામ્યા હતા. આ વાત જાણીને સાધુ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. એક રિવાજ મુજબ તેમની પત્નીએ અંતિમ સંસ્કાર પહેલા શણગાર કર્યો હતો. આ સમયે તેઓ પોક મૂકીને રડી પડ્યા હતા.
વડોદરા : શહીદ સંજય સાધુનો દેહ ફૂલોથી સજાવેલ સેનાના વાહનમાં લાવવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે 6 બટાલિયન ટીમ દ્વારા તિરંગામાં લપેટાયેલા શહીદ સંજય સાધુના દેહને દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા લાવવામાં આવ્યો હતો. તિરંગામાં લપેટાયેલા વીર શહીદના મૃતદેહને ફૂલોથી સજાવેલા વાહનમાં લઈ જવાશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :