અનફીટ પોલીસ કર્મચારીઓને ફીટ બનાવવા માટે DGP શિવાનંદ ઝાએ શું કર્યું જુઓ

સમાજની સેવા માટે સતત કામમાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મીઓ આજે બીપી અને હાર્ટના દર્દી બની ગયા છે. જેથી પોલીસ જવાનોની હેલ્થને ધ્યાનમાં રાખીને DGP શિવાનંદ ઝા દ્વારા ફીટનેસ અને તાલીમ માટે ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી હવે સ્માર્ટ સિટી અમદાવાદમાં પોલીસ જવાનો પણ સ્માર્ટ અને તંદુરસ્ત બને.

અનફીટ પોલીસ કર્મચારીઓને ફીટ બનાવવા માટે DGP શિવાનંદ ઝાએ શું કર્યું જુઓ

મૌલિક ધામેચા/અમદાવાદ :સમાજની સેવા માટે સતત કામમાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મીઓ આજે બીપી અને હાર્ટના દર્દી બની ગયા છે. જેથી પોલીસ જવાનોની હેલ્થને ધ્યાનમાં રાખીને DGP શિવાનંદ ઝા દ્વારા ફીટનેસ અને તાલીમ માટે ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી હવે સ્માર્ટ સિટી અમદાવાદમાં પોલીસ જવાનો પણ સ્માર્ટ અને તંદુરસ્ત બને.

અમદાવાદમાં સૌ પ્રથમ પોલીસ કર્મીઓ એક્સરસાઈઝ કરી શકે તે માટે જિમ બનાવાયું હતું. આ જિમ બનાવવા પાછળ કારણ એ છે કે સતત કાયદો વ્યવસ્થા અને સમાજના રક્ષણ માટે કામના ભારણ હેઠળ રહેતા પોલીસ કર્મચારીઓનુ જીવન પણ બીમારીનું ઘર બની ગયું છે. એટલુ જ નહિ પણ, પોલીસના અનિયમિત નિત્યક્રમનાં કારણે હાર્ટ એટેક અને બ્લડ પ્રેશરથી અનેક પોલીસ જવાનના મૃત્યુ થયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. કહેવાય છે કે યોગ અને કસરતથી અનેક બીમારીના ઈલાજ થઈ શકે છે. જેથી સતત કામમાં વ્યસ્ત રહીને તણાવગ્રસ્ત રહેતા પોલીસ કર્મચારીઓ એક્સરસાઈઝ કરીને પોતાનુ સ્વાસ્થય અને જીવનને તંદુરસ્ત બનાવે માટે પોલીસને ટ્રેનીંગ દરમ્યાન પણ યોગ અંને
કસરતો કરાવવામાં આવતી હોય છે. બાદમાં રૂટીન ફરજોનાં કારણે ફીટનેસ બાબતે કાળજી નહી લઈ અનફીટ થાય છે.

પોલીસ હેડક્વાર્ટરમાંથી ટ્રેનિંગ વિભાગના એસીપી ડી.વી. પટેલે જણાવ્યું કે, પોલીસ જવાનોની જીવન શૈલીની વાત કરીએ તો, તડકો-છાંયડો હોય કે પછી વરસાદ, સતત સમાજના રક્ષણ માટે બંદોબસ્ત અને પેટ્રોલીંગમાં રહે છે. 24 કલાકની નોકરીના નામે પોલીસ જવાન અનિયમિત બની ગયા હોવાથી ગંભીર બીમારીનો શિકાર બને છે. તાજેતરમાં માર્ચ ૨૦૧૮થી એપ્રિલ ૨૦૧૯ સુધીમાં પોલીસ વેલ્ફેર હોસ્પીટલમા પોલીસ કર્મચારીઓના ચેકઅપ દરમ્યાન ચોંકાવનારા આંકડા પ્રકાશમા આવ્યા છે. 

  • 6147 જેટલા પોલીસ જવાનોના થયા મેડિકલ ચેકઅપ
  • 3917 જેટલા જ પોલીસ જવાનો સ્વસ્થ હતા
  • 703 પોલીસ જવાનોને વ્યસનને લઇ બીમારીની સામાન્ય અસર
  • 1155 પોલીસ જવાનો ગંભીર બીમારીથી પીડાય છે
  • 703 વ્યસનના કારણે બીમાર છે
  • 775  જવાન હાઇપર ટેન્શન કે હૃદયની બીમારીનો શિકાર છે 
  • 380  પોલીસકર્મીઓ ડાયાબિટીસ સાથે જીવી રહ્યા છે
  • 249  પોલીસકમીઓમાં પાંડુરોગ કે લોહીની ઉણપ દેખાઈ 

પોલીસ વેલફેર હોસ્પિટલના ડો. મનોજ પટેલ જણાવે છે કે, પોલીસ કર્મચારીની વાત હોય તો ફકત પુરુષ પોલીસ જ ગંભીર બીમારીથી પીડાય છે તેવુ નથી, પંરતુ મહિલા પોલીસ કર્મચારીઓની પણ કફોડી પરિસ્થિતિ સામે આવી છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલાઓના મેડિકલ ચેકઅપ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ હિમોગ્લોબિનની ખામીના કારણે પરેશાન જોવા મળી છે. સામાન્ય રીતે પોલીસ કર્મચારીઓ ફરજના ભારણ અને પ્રજાની ઉપેક્ષાનો ભોગ બનતા હોય છે. જેથી પ્રજા અને પોલીસ વચ્ચે તાલમેળનો અભાવ અને પોલીસ કર્મચારીઓ કામના ભારણના કારણે સતત તણાવગ્રસ્ત જીવન પસાર કરતા હોય છે. જેથી પોલીસ સ્ટેશનમા જિમની સુવિધા સાથે જ ન્યુટ્રીશન કે ફિટનેસ
એક્સપર્ટની મદદ લેવા પણ પોલીસ જવાનોને DGP દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ નિયમિત ચેકઅપ કરાવનાર પોલીસ માટે રોલ મોડલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news