ગૌરવ પટેલ/અમદાવાદ: સતત મંદીના માહોલમાં રહેલા માર્કેટને લગ્નસરાની સીઝનથી અનેક અપેક્ષાઓ છે. દેવ ઉઠી અગીયારસથી શરૂ થતી લગ્નસરાની સીઝનમાં દેશમાં 38 લાખ લગ્ન થવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. ગત વર્ષે દેશમાં કુલ 32 લાખની વધારે લગ્ન થયા હતા. કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સના સર્વેમાં આ માહિતી સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સના સર્વે
વિશ્વમાં ફેલાયેલ કોરોનાએ આરોગ્ય ક્ષેત્રને હચમચાવી નાખ્યું હતું. કોરોનાથી બચાવ માટે સરકારે અનેક કડક પગલાં લેવાની જરૂર પડી. જે પૈકીનું સૌથી મોટુ પગલું લોકડાઉન હતું. લોકડાઉનથી લોકો કોરોનાથી બચી શક્યા પણ તેમની આર્થિક કમર તૂટી પડી, અનેક ધંધા રોજગાર પડી ભાંગ્યા. જોકો કોરોના મહામારી ન રહેતાં અને સરકારે કેટલીક રાહતો આપતાં વેપાર ઉદ્યોગ ફરી પાટા પર આવ્યા. પણ ક્યાંય તેજી જોવા મળતી ન હતી. કોરોના કાળથી મંદીમાં રહેલા માર્કેટને ચાલુ વર્ષના લગ્નસરાની સીઝનથી અનેક અપેક્ષાઓ છે. કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સના સર્વે પ્રમાણે ચાલુ વર્ષે દેશમાં લગભગ 38 લાખ લગ્ન થવાની આશા સેવાઇ રહી છે. જેના થકી ચાર કરોડ 75 લાખ કરોડનો વ્યવસાય થવાની શક્યતાઓ છે. નોંધનીય છે કે ગત વર્ષે 32 લાખ લગ્નો થયા હતા અને ત્રણ કરોડ 75 લાખનો વ્યવસાય થયો હતો. 


લગ્નસરાની સીઝન સારી રહેવાની અપેક્ષા
કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સના સર્વેમાં દેશના 30 મોટા શહેરોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં એક સકારાત્મક વાત સામે આવી કે કોરોના બાદ પ્રથમ વાર દિવાળીના તહેવારમાં તેજી જોવા મળી.. લોકોએ દિલ ખોલીને ખરીદી કરી અને બજારમાં રોનક જોવા મળી જેના આધારે લગ્નસરાની સીઝન સારી રહેવાની અપેક્ષા સેવાઇ રહી છે.


ચાલુ વર્ષે 3 લાખના ખર્ચ વાળા સાત લાખ લગ્નો


  • 6 લાખના ખર્ચ વાળા 8 લાખ લગ્નો

  • 10 લાખના ખર્ચ વાળા 10 લાખ લગ્નો

  • 15 લાખના ખર્ચ વાળા 7 લાખ લગ્નો

  • 25 લાખના ખર્ચ વાળા 5 લાખ લગ્નો

  • 50 લાખના ખર્ચ વાળા 50 હજાર લગ્નો

  • 1 કરોડના ખર્ચ વાળા 50 હજાર લગ્નો થવાની શક્યતાઓ છે.


એનઆરઆઇને પણ ચાલુ વર્ષે લગ્નના મુહુર્તમાં રાહત મળશે
સામાન્ય વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષે લગ્નની મુહુર્ત વધારે હોવાથી લગ્નો વધારે થવાનુ મનાઇ રહ્યુ છે...ધાર્મીક વિધી સાથે સંકળાયેલા હરેશ જોષીના કહેવા પ્રમાણે દેવ ઉઠી અગીયારસ થી માંડી અખાત્રીજ સુધી કુલ 44 લગ્નના મુહુર્ત છે જેમાં ધનાર્ક , મીનાર્ક અને હોળાષ્ટક ત્રણ કમુહુર્તા બાદ કરતાં પણ સરા મુહુર્ત હોવાથી લગ્નોનું પ્રમાણ વધારે છે. સામાન્ય રીતે કમુહુર્તામાં લગ્ન કરતાં એનઆરઆઇને પણ ચાલુ વર્ષે લગ્નના મુહુર્ત મળશે .


એક પરિવાર એક લગ્ન પાછળ કેટલો કરે છે ખર્ચ
લગ્નસરાની સારી સીઝનની અસર અત્યારથી જોવા મળી રહી છે. શહેરના મોટા ભાગના પાર્ટી પ્લોટ અત્યાર થી બુક થયેલા જોવા મળે છે. જેમાં એવરેજ પાર્ટી પ્લોટ અને બેંક વેટ થી માંડી પ્રીમીયમ પાર્ટી પ્લોટનો સમાવેશ થાય છે.. સર્વે પ્રમાણે એક પરિવાર એક લગ્ન પાછળ જે ખર્ચ કરે છે તેમાંથી 50 ટકા ખર્ચ સામાનની ખરીદી પાછળ અને 50 ટકા ખર્ચ અન્ય સુવિધાઓ પાછળ કરે છે.


  • દાગીના માટે 15 ટકા

  • કપડા માટે 10 ટકા

  • ઇલેક્ટ્રીક સામાન માટે 5 ટકા

  • ફરસાણ,ડ્રાયફ્રુટ અને ખાદ્યવસ્તુઓ માટે 10 ટકા

  • ભેટ સોગાદ માટે 4 ટકા અને અન્ય ચીજવસ્તુઓ માટે 6 ટકા ખર્ચ કરે છે.


સર્વિસ સેક્ટર પર નજર કરીએ તો


  • હોટલ, બેન્કવેટ અને પાર્ટી પ્લોટ માટે 5 ટકા

  • ઇવેન્ટ મેનેજમેન્ટ માટે 5 ટકા

  • ડેકોરેશન અને ફુલો સુશોભન માટે 16 ટકા

  • લન્ચ કે ડિનર માટે 10 ટકા

  • વિડિયો ગ્રાફી તથા ટ્રાવેલીંગ માટે 5 ટકા

  • લાઇટ સાઉન્ડ અને ઓરકેસ્ટ્રા માટે 6 ટકા

  • અન્ય ખર્ચ માટે 3 ટકા રકમનો ઉપયોગ કરે છે.


એક લગ્નમાં સરેરાશ 20 થી 22 ટકા મોંઘવારી
દેવ ઉઠી અગીયારસની દિવસથીજ શહેરના મોટા ભાગના પાર્ટી પ્લોટમાં બુકીંગ થઇ ગયા છે જે ગત વર્ષની સરખામણીએ ઘણા સારા છે. ઓવરઓલ માર્કેટમાં તેજીના પગલે સારા બુકીંગ મળ્યાનો દાવો અમદાવાદ પાર્ટી પ્લોટ એશોશીએશનના પ્રમુખ પ્રતિક પટેલ કરી રહ્યા છે તેમનું કહેવુ છે કે લેબર માંધુ થવાના કારણે એક લગ્નમાં સરેરાશ 20 થી 22 ટકા મોંઘવારી જોવા મળી રહી છે. 


દિવાળીના તહેવારમાં સારો વ્યાપર થયા બાદ હવે વેપારીઓ ચાતક નજરે લગ્નસરાની સીઝન પર નજર માંડી બેઠા છે અને તેમને અપેક્ષા કે લાંબા સમય બાદ પણ હવે લગ્નની મૌસમના કારણે તેમનો સારો સમય આવશે.


લગ્ન માટે 11 દિવસના મુહર્ત
ઉલ્લેખનીય છે કે, આ વખતે 23 નવેમ્બરે દેવઉઠી એકાદશીના દિવસથી લગ્નોની સીઝન શરૂ થશે. લગ્ન માટેની શુભ તારીખ 23, 24, 27, 28, 29 નવેમ્બર છે જ્યારે ડિસેમ્બરમાં 3, 4, 7, 8, 9 અને 15 તારીખ લગ્ન માટે શુભ છે. ત્યારબાદ છેક 15 જાન્યુઆરી પછી લગ્નની સીઝન શરૂ થશે અને છેક જુલાઈ સુધી ચાલશે.