જામનગર : રવિવારે રાત્રે જામનગર પંથકમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. રાત્રે 11.04 વાગ્યે 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયા બાદ 11.09 વાગ્યે બીજો ભૂકંપનો 2.3ની તીવ્રતાનો આફ્ટર શોક આવતા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. જો કે ભૂકંપના મુદ્દે કોઇ જાનહાની સર્જાઇ નથી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગરથી 28 કિલોમીટર દુર હોવાનું નોંધાયું હતું. જો કે મોડી રાત્રે ભૂકંપના ઝટકા અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. લોકો કડકડતી ઠંડીમાં પણ ડરનાં કારણે ઘરની બહાર બેસી રહેવા માટે મજબુર બન્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં દારૂનાં વેચાણનું A TO Z: પોલીસ અધિકારીથી કોન્સ્ટેબલનો આટલો હોય છે હપ્તો
કાશ્મીરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કાશ્મીરમાં 5.4ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જો કે સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ નહોતી. રાત્રે 10.50 વાગ્યે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. પીઓકેનાં ગિલગીટથી 47 કિલોમીટર દુર એપી સેન્ટર રહ્યું હતું. ઉચ્ચતમ તિવ્રતાનો ધરતીકંપ આવતા લોકો બહાર આવી ગયા હતા. ભૂકંપના કારણે લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube