અમદાવાદમાં દારૂનાં વેચાણનું A TO Z: પોલીસ અધિકારીથી કોન્સ્ટેબલનો આટલો હોય છે હપ્તો

એક તરફ ગુજરાતમાં દારૂબંધી અને દારૂબંધીનાં કડક કાયદાના અમલને લઈને ગુજરાત પોલીસ દ્વારા બણગા ફુકવામાં આવે છે. સેવા, સુરક્ષા અને શાંતિનાં સૂત્ર સાથે કાર્યરત ગુજરાત પોલીસની કામગીરી પર અનેક સવાલો અવાર - નવાર ઉભા થયા છે. બીજી તરફ ખુલ્લેઆમ પોલીસ ચોકીથી નજીવા અંતરે દેશી દારુનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જુઓ ઝી 24 કલાકનાં સંવાદદાતા અમિત રાજપુતનાં વિશેષ અહેવાલને.
અમદાવાદમાં દારૂનાં વેચાણનું A TO Z: પોલીસ અધિકારીથી કોન્સ્ટેબલનો આટલો હોય છે હપ્તો

અમદાવાદ : એક તરફ ગુજરાતમાં દારૂબંધી અને દારૂબંધીનાં કડક કાયદાના અમલને લઈને ગુજરાત પોલીસ દ્વારા બણગા ફુકવામાં આવે છે. સેવા, સુરક્ષા અને શાંતિનાં સૂત્ર સાથે કાર્યરત ગુજરાત પોલીસની કામગીરી પર અનેક સવાલો અવાર - નવાર ઉભા થયા છે. બીજી તરફ ખુલ્લેઆમ પોલીસ ચોકીથી નજીવા અંતરે દેશી દારુનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જુઓ ઝી 24 કલાકનાં સંવાદદાતા અમિત રાજપુતનાં વિશેષ અહેવાલને.

Zee 24 kalak પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યોથી આપને ખ્યાલ આવી ગયો હશે કે આ દેખાઈ રહેલા તમામ લોકો કોણ છે અને શું કરી રહ્યા છે ? પણ જે સમજી નથી શકયા તે તમામ લોકો જોઈ લે. આ છે ગાંધીનું દારૂબંધી વાળું ગુજરાત!!! આ તમામ લોકો ખુલ્લેઆમ કોઈના પણ ખોફ વગર જાહેર માર્ગ પર દેશી શરાબની પોટલીઓ પી રહ્યા છે. આપ પણ ચોંકી ગયા હશો. આ દ્રશ્યો ક્યાં નાં છે? આ અહેવાલમાં અમે આ સ્થળની હકીકતથી આપને વાકેફ કરીએ. તેના પહેલા આ દેશી દારૂના અડ્ડાથી માત્ર 100 મીટરનાં નજીવા અંતરે પોલીસ ચોકી પણ આવેલી છે.

પ્રેમી યુગલ સાવધાન! હવે ભાગીને નહી થઇ શકે લગ્ન, કાયદામાં ફેરફારની માંગ સાથે આંદોલન
અમદાવાદનાં શાહીબાગ પોલીસ મથકની હદમાં કેન્સર હોસ્પિટલની સામે આવેલી મણીલાલ મુખીની ચાલીમાં આ દેશી દારૂનો અડ્ડો બેફામ રીતે જાહેર માર્ગ પર ચાલી રહ્યો છે. આ દેશી દારૂના અડ્ડાથી નાગરીકો ત્રસ્ત અને ત્રાહિમામ પોકારી ગયા છે, છતાય હપ્તાવસુલીનાં લીધે શાહીબાગ પોલીસની રહેમનજર હેઠળ અડ્ડો ચાલી રહ્યો છે. દરરોજ આ દેશી દારૂના અડ્ડાથી વહેલી સવારથી લઈને મોડી રાત સુધી 5 હજાર લોકો દેશી દારૂ પીને ઘરે જાય છે. શાહીબાગ પોલીસની હદમાં આવેલા આ અડ્ડાનાં બે સંચાલક છે અને તેમના દ્વારા નીચેથી ઉપર સુધી અને તમામ પોલીસની બ્રાન્ચમાં હપ્તો પહોચાડી દેવામાં આવે છે.
વલસાડમાં જ્વેલર્સનાં શોરૂમમાંથી 80 લાખની ચોરીથી ચકચાર
જુઓ દારુ વેચતા આ શખ્શને જે ખુલ્લેઆમ દારુ વેચીને રૂપિયા લઈ રહ્યો છે. શાહીબાગ પોલીસ મથકની હદમાં મણીલાલ મુખીની ચાલીમાં ચાલતા આ દેશી દારૂના અડ્ડાનાં માલિકો છે.લીલા વિનુ ઠાકોર અને તેના પુત્ર સંજય વિનુ ઠાકોર અમદાવાદમાં થયેલા લટ્ઠાકાંડ પહેલાથી દેશી દારૂ વેચી રહ્યા છે અને ગરીબ નાગરીકોને ખોટી લત આપીને ખોટા માર્ગે ચડાવી રહ્યા છે. જોકે, મણીલાલ મુખીની ચાલીમાં ચાલતા દેશી દારૂનાં અડ્ડાનાં બન્ને સંચાલકોમાં અને પુત્ર શાહીબાગ પોલીસની રહેમનજર હેઠળ જાહેરમાર્ગ પર દેશી દારુ વેચી રહ્યા છે. પીનારા નાગરિકો પણ કોઈ પણ ડર અને ભય વિના દેશી દારૂની પોટલીઓ પી રહ્યા છે.
નવાવર્ષની ઉજવણી પહેલા વડોદરામાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત
ઝી 24 કલાક દ્વારા શાહીબાગ વિસ્તારમાં ધમધમી રહેલા દેશી દારૂના અડ્ડાઓ પર તપાસ અહિયા જ ન રોકાઈ, ઝી 24 કલાકનાં અન્ડરકવર રિપોર્ટર પહોચ્યા સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી સામે ૧૦૦ મીટરનાં અંતર પર જોગણી માતાનાં મંદિર પાછળ. અહિંયા પણ દ્રશ્યો પહેલા જેવા જ જોવા મળ્યા હતા. કોમન પ્લોટમાં ખુલ્લેઆમ ખાટલામાં બેસીને બીડીનો કસ મારી રહેલો યુવક બિન્દાસ દેશી દારૂ વેચી રહ્યો હતો. એશિયાની સહુથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલની સામે જ બીજો દેશી દારૂનો અડ્ડો શાહીબાગ પોલીસની કામગીરીની પોલ ખોલી રહ્યો હતો. બીજી મહત્વની વાત છે કે, અહિયા પણ ૧૦૦ મીટર દુર સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી આવેલી છે અને આ તમામ લોકોને પોલીસ નો ખોફ નથી. જોગણી માતાનાં મંદિર પાછળ આ દેશી દારુનો અડ્ડો પણ વર્ષોથી ચાલી રહ્યો છે.

શિયાળામાં જેતપુરનાં આ પીણા માટે થાય છે પડાપડી, ડાયાબિટીસ જેવા દર્દો માટે અકસીર
શાહીબાગ વિસ્તારમાં પોલીસ કઈ રીતે કામ કરી રહી છે અને દેશી દારૂનો બુટલેગર રમેશ પટણી કોના આશીર્વાદથી પોતાની દારૂની હાટડી ચલાવી રહ્યો છે, તેની પોલ ઝી 24 કલાકનાં સ્ટીંગ ઓપરેશનમાં ખુલી ગઈ છે. સુત્રોની માનીએ તો, બુટલેગર રમેશ પટણીનાં દારૂના અડ્ડા પર દરરોજ આશરે 2 હજાર લોકો દેશી દારૂ પીવા માટે આવે છે. ત્યારબાદ અમારા અન્ડરકવર રિપોર્ટર શાહીબાગનાં ત્રીજા દેશી દારૂના અડ્ડા પર પહોચ્યા અને પસ્તી અને ભંગારનાં ગોડાઉન પાસે ખોડીદાસની જૂની ચાલી ખાતે ખુલ્લેઆમ સ્કુટર પાછળ સંતાડીને મુકેલા દેશી દારુને દારુ પીનારા લોકોને આપવામાં આવી રહ્યો હતો. ખુલ્લેઆમ શાહીબાગ વિસ્તારની ખોડીદાસની જૂની ચાલી ખાતે દારુનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ખોડીદાસની જૂની ચાલીમાં બેરોકટોક દારૂ વેચાય છે.
કચ્છના કંડલા પોર્ટ પર મિથેનોલની વિશાળ ટેન્કમાં ભયાનક બ્લાસ્ટ બાદ આગ, 3નાં મોત
શાહીબાગ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દેશી દારૂના અડ્ડાનાં સ્ટીંગ ઓપરેશન દરમિયાન ઝી 24 કલાકનાં અમારા અન્ડરકવર રિપોર્ટરને માહિતી મળી હતી કે, શાહીબાગ વિસ્તારમાં ભોગીલાલની નવી ચાલી ખાતે વિદેશી દારુનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. અમારા અન્ડરકવર રિપોર્ટર તરત જ ભોગીલાલની નવી ચાલી ખાતે પહોચ્યા હતા. ત્યારે ત્યાંનાં દર્શ્યો ચોકાવનારા હતા, ભોગીલાલની નવી ચાલી ખાતે બુટલેગરોથી ડર્યા વગર અન્ડરકવર રિપોર્ટરે વિદેશી દારુનાં જથ્થાનાં કેટલાક ખાનગીમાં ફોટોગ્રાફ લીધા હતા. ભૂતકાળમાં ભોગીલાલની નવી ચાલી ખાતે જાહેરમાં વિદેશી દારૂ નો વેચાણ અને જુગાર રમાડવા માટે બુટલેગર કિશોર લંગડો જાણીતો હતો. બુટલેગર કિશોર લંગડાનાં પુત્રનાં લગ્નમાં કેટલાક જાણીતા પોલીસ કર્મચારીઓ નાચતા પણ દેખાયા હતા.

દેહનો વેપાર કરવા બાંગ્લાદેશની રૂપલલનાઓ છેક જેતપુર સુધી પહોંચી
સુત્રો પાસેની માહિતી મુજબ હાલ પણ બુટલેગર કિશોર લંગડો ખાનગી રાહે, વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. શાહીબાગ પોલીસને તેના છુપા આશીર્વાદ પણ છે. શાહીબાગની ભોગીલાલની નવી ચાલી ખાતે વિદેશી દારૂનો જથ્થો કઈ રીતે આવ્યો અને જાહેરમાં મુકીને કોના ઈશારે મુકીને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યો હતો, તે વાત પણ અનેક સવાલ ઉભા કરે છે? જો પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવે છે, તો આટલો મોટો જથ્થો કેવી રીતે, કોની રાહબર હેઠળ અને કોના એસ્કોર્ટમાં શાહીબાગની ભોગીલાલની નવી ચાલી ખાતે પહોચ્યો હતો? ઝી 24 કલાકનાં અન્ડરકવર રિપોર્ટરના સ્ટીંગ ઓપરેશન દરમિયાન ખુલાસો થયો છે કે, દારુના અડ્ડાનાં માલિકો બેખોફ છે અને તેમની હપ્તા પદ્ધતિનાં લીધે કોઈ પણ અડચણ વગર ખુલ્લેઆમ ગમે તે વિસ્તારમાં કરિયાણાની દુકાનની જેમ દારૂનો ધંધો કરી શકે છે. સુત્રોની માનીએ તો, શાહીબાગ પોલીસ મથકની હદમાં 35 જેટલા જાહેર દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. જે એક ગંભીર વાત છે કે, કઈ રીતે આ અડ્ડાઓ ચાલી રહ્યા છે. શાહીબાગ પોલીસ મથકમાં પણ બે વહીવટદારો છે એક વહીવટદાર છે વહીવટદાર પીએસઆઈ ડાભી અને બીજા વહીવટદાર પોલીસ કોન્સ્ટેબલ વિપુલ ચોધરી છે. 
CCTV : માત્ર હજાર રૂપિયાની લેતીદેતીમાં સાડીની દુકાનમાં થઈ મારામારી
સુત્રો મુજબ શાહીબાગ પોલીસ મથકની હદમાં ચાલતા 35 જેટલા દારૂના અડ્ડા પર પોલીસ અધિકારીથી લઈને પોલીસ કોન્સ્ટેબલનાં હપ્તા અલગ - અલગ બાંધી રાખવામાં આવ્યા છે. દેશી દારૂનાં ચાલતા અડ્ડાઓથી પોલીસ અધિકારીઓથી લઈને પોલીસ કોન્સ્ટેબલ મહિનામાં મબલખ કમાણી કરી રહ્યા છે. આવો એક નજર નાખીએ પોલીસની હપ્તા પદ્દતિ પર સુત્રોની માહિતી મુજબ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા માટે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ તલપાપડ હોય છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આવવા માટે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ રૂપિયા આપીને ટ્રાન્સફર લઈને આવતા હોય છે. એક તરફ દારૂબંધીનાં કડક કાયદાના અમલ માટે સરકાર કટિબદ્ધ છે ત્યારે બીજી તરફ શાહીબાગ પોલીસમથકની હદમાં ચાલતા 35 જેટલા દારૂના અડ્ડા પર અને ખુલ્લેઆમ વિદેશી દારૂનાં જથ્થાને ધોળે-ધહાળે ઉતારવામાં આવી રહ્યા છે. ઝી 24 કલાકનાં સ્ટીંગ ઓપરેશનમાં સાફ થઈ ગયું છે કે, શાહીબાગ જેવા વિસ્તારને દારૂને દુષણમાં ધકેલવાનો ષડયંત્ર રચવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news