બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતભરમાં આ વર્ષે સારો વરસાદ નોંધાયો છે. ગુજરાતના બધા જ ડેમ ભારે વરસાદને કારણે છલકાયા છે. હાલ રાજ્યના 47 તાલુકાઓમાં નોંધનીય વરસાદ જોવા મળ્યો છે. આંકડા પર નજર કરીએ તો, રાજ્યનો સરેરાશ વરસાદ ૧૧૮.૧૧ ટકા નોંધાયો છે. એટલે કે 100 ટકાથી ઉપર 18 ટકા વરસાદ પડ્યો છે. જેને કારણે રાજ્યના 80 જળાષયો 100 ટકાથી વધુ ભરાયા છે, તો 68 જળાશયો 70 થી 100 ટકાની વચ્ચે ભરાયા છે. આમ, ગુજરાત માટે આગામી વર્ષ પાણીદાર સાબિત થશે તે નક્કી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ ઔડાના અધિકારીઓને પૂછ્યું, ‘શું તમે આવા રસ્તા પર ચાલશો?’


રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, રાજ્યના ૨૦૪ જળાશયોમાં ૪,૬૩,૮૩૪.૨૮ એમ.સી.એફ.ટી જળસંગ્રહ હાલ જોવા મળે છે, જે કુલ સંગ્રહ શક્તિના ૯૪.૬૭ ટકા છે. રાજ્યના ૮૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે.


  • ૬૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકાની વચ્ચે 

  • ૨૦ જળાશયો ૫૦ થી૭૦ ટકાની વચ્ચે

  • ૧૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકાની વચ્ચે અને ૨૨ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા 

  • ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૩.૬૩ ટકા

  • મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૬.૧૦ ટકા

  • દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૭.૨૦ ટકા


સુરત : આખી સોસાયટીએ હેલમેટ પહેરીને ગણપતિ બાપ્પાની આરતી ઉતારી


ચાલુ મોસમનો રાજ્યનો સરેરાશ વરસાદ 118.11 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજનમાં ૧૪૨.૧૮ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯૩.૦૪ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૭.૦૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૧૯.૮૮ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૨૭.૭૭ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે. રાજ્યના ૭૫ તાલુકાઓમાં ૪૦ ઇંચથી વધુ, ૧૫૦ તાલુકાઓમાં ૨૦ ઇંચથી ૪૦ ઇંચની વચ્ચે અને ૨૬ તાલુકાઓમાં ૧૦ ઇંચ થી ૨૦ ઇંચની વચ્ચે સરેરાશ વરસાદ નોંધાયો છે.  


OYOએ અમદાવાદની હોટલો સાથે કર્યું ચીટીંગ, માલિકો કરશે ફરિયાદ


વરસાદને કારણે અંબાજીમાં ચોથા દિવસે ભક્તોની સંખ્યા ઘટી


  • સરદાર સરોવર જળાશયમાં હાલ ૮,૦૬,૯૬૧ ક્યુસેક પાણી આવક  અને ૭,૧૫,૯૦૩ ક્યુસેક જાવક 

  • ઉકાઇમાં હાલ ૭૨,૯૯૯ ક્યુસેક પાણી આવક  અને ૧,૧૮,૭૭૪ ક્યુસેક જાવક 

  • વણાકબોરીમાં હાલ ૪૧,૦૫૯ ક્યુસેક પાણી આવક  અને ૪૧,૦૫૯ ક્યુસેક જાવક 

  • કડાણામાં હાલ ૩૫,૫૦૨ ક્યુસેક પાણી આવક અને ૨૭,૮૧૭ ક્યુસેક જાવક 

  • દમણગંગામાં હાલ ૧૮,૦૧૦ ક્યુસેક પાણી આવક અને ૨૧,૩૭૭ ક્યુસેક જાવક  

  • હિરણ-ર જળાશયમાં હાલ ૧૦,૩૫૧ ક્યુસેક પાણી આવક અને ૧૦,૩૫૧ ક્યુસેક જાવક


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :