OYOએ અમદાવાદની હોટલો સાથે કર્યું ચીટીંગ, માલિકો કરશે ફરિયાદ

OYO ઓનલાઈન હોટલ બુકિંગનો વિવાદ અત્યારે દેશભરમાં વકર્યો છે, ત્યારે અમદાવાદના હોટલ માલિકોએ પણ OYOને અમદાવાદમાંથી જાકારો આપવા માટે બાંયો ચઢાવી લીધી છે. OYOએ દેશભરમાં પોતાનો બિઝનેસ તો ફેલાવી દીધો છે, પરંતુ હોટલ માલિકોને ચૂકવાતુ પેમેન્ટ સમયસર આપવામાં નથી આવતુ અને વધારાના હિડન ચાર્જ લગાવીને હોટલ માલિકોની ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવતી હોવાથી ગઈકાલે અમદાવાદની સરખેજ હોટલમાં 80 કરતા વધુ હોટલ માલિકો ભેગા થયા હતા. OYOને ગુજરાતમાંથી હટાવવાની તેમજ બાકી નિકળતા નાંણા કઈ રીતે પરત લઈ શકાય તેના માટેની રણનિતી તૈયાર કરાઈ હતી. 

OYOએ અમદાવાદની હોટલો સાથે કર્યું ચીટીંગ, માલિકો કરશે ફરિયાદ

મૌલિક ધામેચા/અમદાવાદ :OYO ઓનલાઈન હોટલ બુકિંગનો વિવાદ અત્યારે દેશભરમાં વકર્યો છે, ત્યારે અમદાવાદના હોટલ માલિકોએ પણ OYOને અમદાવાદમાંથી જાકારો આપવા માટે બાંયો ચઢાવી લીધી છે. OYOએ દેશભરમાં પોતાનો બિઝનેસ તો ફેલાવી દીધો છે, પરંતુ હોટલ માલિકોને ચૂકવાતુ પેમેન્ટ સમયસર આપવામાં નથી આવતુ અને વધારાના હિડન ચાર્જ લગાવીને હોટલ માલિકોની ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવતી હોવાથી ગઈકાલે અમદાવાદની સરખેજ હોટલમાં 80 કરતા વધુ હોટલ માલિકો ભેગા થયા હતા. OYOને ગુજરાતમાંથી હટાવવાની તેમજ બાકી નિકળતા નાંણા કઈ રીતે પરત લઈ શકાય તેના માટેની રણનિતી તૈયાર કરાઈ હતી. 

વરસાદને કારણે અંબાજીમાં ચોથા દિવસે ભક્તોની સંખ્યા ઘટી 

થોડાક જ વર્ષોમાં સમગ્ર ભારતમાં ઝડપભેર વધી રહેલા OYO ઓનલાઈન હોટલ બિઝનેસની સૌથી મોટી પોલ અમદાવાદના વેપારીઓએ ખોલી છે. જે ગ્રાહકો OYO દ્વારા હોટલ બૂક કરીને હોટલમાં જાય છે તેઓને ચેતવાનો સમય આવી ગયો છે. કેમ કે હવે અમદાવાદ અને ગુજરાતના હોટલ માલિકો OYO સાથે છેડો ફાડી રહ્યા છે. કારણ કે, બની રહ્યું છે એવું કે, OYO દ્વારા બુક કરીને હોટલ પર પહોંચ્યા બાદ તમને હોટલ માલિક રૂમ જ આપતા નથી. 

એક હોટલના માહિલ કુણાલ રાજપરા જણાવે છે કે, OYOએ અમદાવાદની 350 કરતા વધુ હોટલો સાથે બિઝનેસ ટાઈઅપ કર્યું છે. શરૂઆતના સમયમાં OYO અને હોટલ માલિકો વચ્ચે બધુ બરાબર ચાલ્યુ, પણ OYOને ખબર પડી કે ગ્રાહકો OYO પર વધવા લાગ્યા છે અને હોટલ માલિકોને પણ OYO દ્વારા કસ્ટમર મળવા લાગ્યા છે. તો OYOએ ધીમે રહીને હોટલ પર અવનવા હીડન ચાર્જ લગાવવાનું શરૂ કર્યું. આ ચાર્જ એટલા સુધી પહોંચી ગયા કે ઘણી વખત તો કસ્ટમરના OYO પાસેથી હોટલને પૈસા લેવાના બદવે આપવાના નીકળતા હોય છે. આ હદ્દ સુધી OYOએ ચીટીંગ શરુ કર્યું છે.

OYOની વિરુદ્ધ આજથી અમદાવાદમાં શરૂ થયો છે. આજે માત્ર હોટલ માલિકોએ મીટિંગ કરી એક રણનીતી તૈયાર કરી છે. પરંતુ આવનાર સમયમાં જો OYOની સમસ્યાનું સોલ્યુશન નહીં આવે અને હોટલ માલિકોને નીકળતુ પેમેન્ટ નહીં આપવામાં આવે તો હોટલ માલીકો OYOના માલિક વિરુદ્ધ ફરિયાદ કરશે. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી OYO બંધ થાય તેવા પગલા ભરવાની રણનીતિ પણ હોટેલ માલિકો બનાવવા તૈયારી કરી રહ્યા છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news