અમદાવાદ : ઢબુડી માતાને લઇને દરરોજ નવા-નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. પેથાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાયા બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ પણ હાલ ધનજી ઓડની શોધખોળ કરી રહી છે. જોકે, પેથાપુરની પોલીસ ધનજી ઓડના ઘરે પહોંચી હતી. કોઈ ન મળતાં પોલીસ ઘરની બહાર નોટીસ ચોંટાડીને પાછી ફરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ થતાં ધરપકડથી બચવા માટે ધનજી ઓડ દ્વારા આગોતરા જામીન અરજી મુકવામાં આવી છે. જે મામલે શનિવારે ફેંસલો થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ ધરપકડથી બચવા ધનજી ઓડ દ્વારા કરાયેલા આગોતરા અરજી મામલે ગાંધીનગર કોર્ટમાં શનિવારે સુનાવણી હાથ ધરાશે એવી વિગતો સામે આવી છે. ધનજી ઓડના વકીલ દ્વારા આ મામલે પત્રકારોને વિગત આપવામાં આવી હતી કે અમારા અસીલની આગોતરા અરજી મામલે કોર્ટમાં માંગ કરવામાં આવી છે. 


ઢબુડી માતા માટે ભક્તોમાં આંધળો વિશ્વાસ જગાવવા ધનજીની ટોળકીના આ ભેજાબાજો માસ્ટર પ્લાન બનાવતા


ધનજી ઓડ હાલમાં પોલીસ પકડથી દૂર છે તો બીજી તરફ ધનજી ઓડ ચાંદખેડા ખાતે અન્ય એક માકાનમાં ભાડે રહેતો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવતા તેને ત્યાંથી મકાન ખાલી કરી ભાગવું પડ્યું હતું. ધનજી ઓડની સાથે હંમેશા બે મહિલા રહેતી હતી. જ્યારે ધનજી ઓડ સત્સંગ કરવા જતો ત્યારે બે મહિલા સાથે રહેતી હતી.