Ambalal Patel Monsoon Prediction : આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે જણાવ્યું કે, 12 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમા ઉભું થતા  14 સપ્ટેમ્બરથી મજબૂત બનીને ઉત્તર ઓરિસ્સા તરફ આગળ વધી મહારાષ્ટ્રના ભાગોમાં થઇને મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે. આ ઉપરાંત આ સિસ્ટમ મજબૂત થઈને 15-16 સુધીમાં મધ્ય પ્રદેશ અને 18-19-20 માં ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવશે. આ સાથે જ આજથી 4 દિવસ ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી છે, જેમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી અને સુરતમાં વરસાદ પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી
આ દિવસોમાં મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. તારીખ 19-20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. 21-22-23 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 23-24 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. મધ્યપ્રદેશમાં કેટલીક નદીઓમાં પુરની શક્યતા છે. 23-24 સપ્ટેમ્બરે વડોદરા, અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયે અરબસાગર અને અને બંગાળાની ખાડીમાં હલચલ થશે.


બ્રેકિંગ ન્યૂઝ : રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 11 ગુજરાતીના મોત, મથુરા જઈ રહ્યા હતા


હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે  સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગર, અમરેલી તેમજ ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા છે. 14 અને 15 સપ્ટેમ્બરે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.


ચાર રાજ્યોની ચૂંટણીથી સુરતના વેપારીઓને લોટરી લાગશે, ફરી બેઠો થશે સુરતનો કાપડ ઉદ્યોગ


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તે મુજબ 17 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. દરમિયાન દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે. આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં 4 ઈંચથી વધુ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં 4 થી 6 ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. જેને લઈ નદીઓ બે કાંઠે વહે તેવી સંભાવના છે.


સુરતના શાહ પરિવારની લાડલી પ્રિશા દીક્ષા લેશે, 12 વર્ષની દીકરી સંયમના માર્ગે જશે