રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 11 ગુજરાતીઓના મોત, મથુરા દર્શન કરવા જઈ રહ્યા હતા

Rajasthan Accident : રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં 11 ગુજરાતીઓનાં મોત.. ભાવનગરથી મથુરા જઈ રહ્યા હતા યાત્રિકો.. ભરતપુરમાં બેકાબૂ ટ્રક બસ સાથે ધડાકાભેર અથડાય.. મૃતકોમાં 6 મહિલા અને 5 પુરૂષોના મોત..

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 11 ગુજરાતીઓના મોત, મથુરા દર્શન કરવા જઈ રહ્યા હતા

Rajasthan Accident : રાજસ્થાનમાં ભરતપુર પાસે માર્ગ અકસ્માતમાં 11 ગુજરાતીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ટેન્કર અને બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગરથી ગુજરાતી શ્રદ્ધાળુઓ મથુરા જઈ રહ્યા હતા. આ મૃતકોમાં 6 મહિલા અને 5 પુરૂષનો સમાવેશ થાય છે. ભરતપુર પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરની ખાનગી ટ્રાવેલ્સની બસ મથુરા પ્રવાસ માટે જવા નીકળઈ હતી. જયપુર આગ્રા હાઈવે પર નદબાઈ વિસ્તારમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે પર હંતરા પુલ પાસે બસ ખરાબ થઈ ગઈ હતી. જેથી ડ્રાઈવરે બસ ઉભી કરી હતી, અને તેને રિપેર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જ પાછળથી આવેલ એક ટ્રકે બસને ટક્કર મારી હતી. વહેલી સવારે 5 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 13, 2023

 

બસ ખરાબ થતા ડ્રાઈવર અને તેના સાથી બસને એડજસ્ટ કરી રહ્યા હતા, આ સમયે કેટલાક મુસાફરો બસમાંથી નીચે ઉતર્યાહ તા. ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઉભેલા લોકોને કચડી નાખ્યા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર મૃત પડેલાં લોકોને પડેલા જોતા પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. 

રાજસ્થાનના ભરતપુરમાં રોડ દુર્ઘટના ભારે કમકમાટીભરી રહી. રસ્તા પર ઉભી રહેલી બસને બેકાબૂ ટેન્કરે ટક્કર મારી હતી. જેમાં 11 લોકોના મોત નિપજ્યા છે, તેમજ 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના ભાવનગરથી બસ આવી રહી હતી અને બસમાં સવાર યાત્રિકો મથુરા દર્શન માટે જઈ રહ્યા હતા. ગુજરાતની GJ 47747 બસને અકસ્માત નડ્યો હતો. ભાવનગરના કાર્તિક ટ્રાવેલર્સની બસ હોવાની માહિતી સામે આવી છે. નેશનલ હાઈવે નંબર 21 પર ભીષણ અકસ્માતમાં 11નાં મોત નિપજ્યા છે. 

મૃતકોના નામ
અંતુભાઈ લાલજીભાઈ ગયાણી 55 વર્ષ
નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી 68 વર્ષ
લલ્લુભાઈ દયાભાઈ ગયાણી
ભરત ભાઈ ભીખા ભાઈ
લાલજી ભાઈ મનજી ભાઈ
અંબાબેન જીણાભાઈ
કંબુબેન પોપટભાઈ
રામુબેન ઉદાભાઈ
મધુબેન અરવિંદભાઈ દાગી
અંજુબેન થાપાભાઈ
મધુબેન લાલજીભાઈ ચૂડાસમા

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરની ખાનગી ટ્રાવેલ્સની બસ મથુરા પ્રવાસ માટે જવા નીકળઈ હતી. જયપુર આગ્રા હાઈવે પર નદબાઈ વિસ્તારમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે પર હંતરા પુલ પાસે બસ ખરાબ થઈ ગઈ હતી. જેથી ડ્રાઈવરે બસ ઉભી કરી હતી, અને તેને રિપેર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જ પાછળથી આવેલ એક ટ્રકે બસને ટક્કર મારી હતી. વહેલી સવારે 5 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. 

માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, અકસ્માતમાં 11 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. તો 20 થી વધુ લોકો ઘાયલ થયા છે, તેઓને સારવાર માટે હોસ્પટિલ લઈ જવાયા છે. આ બસ ગુજરાતના ભાવનગરથી નીકળીને જયપુર અને ભરતપુર થઈને ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહી હતી, સવારે અંદાજે 5 વાગ્યે આ ઘટના બની હતી. જેમાં મૃતકોમાં 6 મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. રાજસ્થાન પોલીસ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા પહોંચાડવામાં આવી રહી છે. સમય પર મદદ પહોંચાડી છે. 

વધુ માહિતી અપડેટ થઈ રહી છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news