ઉદય રંજન/અમદાવાદ :બોટાદ ઝેરી કેમિકલ કાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે હવે જે કંપનીમાંથી કેમિકલ નીકળ્યુ હતું તે એમોસ કંપનીમાં તપાસનો રેલો પહોંચ્યો છે. એમોસ કંપનીના ચારેય ડિરેકટરના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. એમોસ કંપનીના ચારેય ડિરેક્ટરો સામે લુકઆઉટ નોટિસ જાહેર થઈ છે. SIT ના સર્ચ ઓપરેશનમાં બે ડાયરેક્ટર ફરાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમોસ કંપનીનો મુખ્ય ડિરેક્ટર સમીર પટેલ ફરાર થઈ ગયો છે. SITની ટીમે ડાયરેક્ટરના પરિવારના લોકોની પણ પૂછપરછ કરી છે. સમીર પટેલને SIT દ્વારા સમન્સ પાઠવાયું  છે. તો ચારેય ડિરેક્ટરો સામે લુકઆઉટ નોટિસ જાહેર થઈ છે. સમીર પટેલ ઉપરાંત ડાયરેક્ટર રણજીત ચોકસી પણ ફરાર છે. SIT ની ટીમે રંજીત ચોક્સીના ઘર બહાર નોટિસ લગાવી છે. જોકે, ડિરેક્ટર પંકજ પટેલ અને ચંદુ પટેલ ઘરે મળી આવ્યા હતા. SIT એ બંને ડિરેક્ટરને પુરાવા લઈ હાજર થવા સમન્સ આપ્યુ છે. 


આ પણ વાંચો : ગુજરાતમાં પશુઓના મોતનું તાંડવ : માત્ર પશુપાલનથી ઘર ચલાવતા પરિવારો પર દુખનો પહાડ તૂટ્યો



બોટાદ બરવાળા લઠા કાંડ મામલો કેમિકલ જ્યાંથી આવ્યું તે કંપની સંચાલકોની હવે પૂછપરછ શરૂ કરાઈ છે. AMOS તેમજ FINAR કંપનીના કર્મચારી તેમજ સંચાલકોને સમન્સ આપી બરવાળા પોલીસ સ્ટેશન હાજર રહેવા જણાવાયું છે. Finar કંપનીના કર્મચારી વકીલની સાથે ગઈકાલે બરવાળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. સુપરવિઝન અધિકારી નિર્લિપ્ત રાયની હાજરીમાં કર્મચારીઓની પૂછપરછ શરૂ કરાઈ છે.


આ પણ વાંચો : ગુજરાતમાં ભડકે બળ્યા CNG ના ભાવ, Adani એ CNG ના ભાવમાં કર્યો વધારો


બરવાળા કેમિકલ કાંડ તમામ આરોપીઓના રિમાન્ડ ગઈકાલે પૂર્ણ થયા હતા. બરવાળા પોલીસે કેમિકલ કાંડમા મહિલા સહિત 14 આરોપીઓની ધરપકડ કરી હતી. કેમિકલ કાંડના તમામ આરોપીઓ રિમાન્ડ પર હતા. ગઈકાલે તમામના રિમાન્ડ પુરા થતા તમામ આરોપીઓને ભાવનગર જેલ હવાલે કર્યા છે. એક આરોપી હોસ્પિટલમાં હોવાથી તેની ધરપકડ બાકી છે.