કસ્ટોડિયલ ડેથ કેસ: વટવામાં મોડી રાત્રે પથ્થરમારો થતા પોલીસનો લાઠીચાર્જ
અમદાવાદનાં વટવામાં આરોપીનાં શંકાસ્પદ મોત મામલે લોકો મૃતદેહને લઇ વટવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
અમદાવાદ: અમદાવાદનાં વટવામાં આરોપીનાં શંકાસ્પદ મોત મામલે લોકો મૃતદેહને લઇ વટવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ટોળાએ પથ્થરમારો કરી વાહનોમાં કરી તોડફોડ કરી હતી. પોલીસે સ્થિતિ કાબુમાં લેવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. મહત્વનું છે કે 47 વર્ષીય સરમુદ્દીન શેખનું કસ્ટડીમાં મોત થયું હતું. જો કે કસ્ટોડીયલ ડેથ હોવાનો પોલીસે ઇનકાર કર્યો હતો.
ઘટનાને લઇને સ્થાનિક નેતાઓ દ્વારા ઘટાનાને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક નેતઓ દ્વારા પોલીસ સ્ટેશનનો ધેરાવો કરવાનો પ્રયત્ન કરાતા પોલીસ દ્વારા હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. અને મોટી સંખ્યામાં ઉમટેલા ટોળા વીખેરાઇ ગયા હતા. મહત્વનું છે, કે અમદાવાદના વટવા પોલીસ મથકમાં એક આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત થતા ફરી પોલીસ સવાલોમાં આવી ગઈ છે. મૃતક આરોપીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, પોલીસે માર મારતા તેમના સ્વજનનું મોત થયું છે.
વધુ વાંચો...આ શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ કરે છે સંસ્કૃતનો આભ્યાસ, થાય છે ગીતાના પાઠ
આ તરફ પોલીસે આ આરોપને ફગાવ્યા છે. પોલીસનું કહેવું છે કે હાર્ટ એટેકના કારણે આરોપીનું મોત થયું છે. વરલી મટકાના કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી..જે બે પૈકી એક આરોપી સમસુદ્દીનનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે, રાતના 8 વાગ્યા આસપાસ સમસુદ્દીન બેભાન થઈ જતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો.