Lathi Gujarat Chutani Result 2022: કોંગ્રેસના ગઢ સમાન લાઠી બેઠકમાં ભાજપે પાડ્યું ગાબડું
Lathi Gujarat Chunav Result 2022: લાઠી બેઠક પર 2017માં કોંગ્રેસનો વિજય થયો હતો. 2012માં પણ આ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. જોકે ધારાસભ્ય બાવકુ ઉંધાડ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ જતાં બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની ટિકીટ પરથી બાવકુ ઉંધાડે બેઠક જીતી લીધી હતી.
Lathi Gujarat Chunav Result 2022: લાઠી બેઠક પર ભાજપના જનકભાઈ તલવીયા હાલ 29274 મતથી આગળ છે. લાઠી બેઠક અમરેલી જિલ્લામાં આવે છે. અગાઉ આ બેઠક બાબરા-વડિયા તરીકે ઓળખાતી હતી. કોળી અને લેઉઆ પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર અત્યાર સુધી કોંગ્રેસ 7 અને ભાજપ 4 વખત જીત્યું છે. આ બેઠક પર બાવકુ ઉંધાડ સૌથી વધુ 5 બેઠક પર જીત્યા હતા.
લાઠી વિધાનસભા બેઠકઃ
લાઠી વિધાનસભા બેઠક પર આ વખતે મુકાબલો વધારે રોમાંચક બનશે તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે તે નક્કી છે.લાઠી બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. કેમ કે કોંગ્રેસ આ બેઠક પર અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીમાં 7 વખત વિજયી બન્યું છે. આ બેઠક પર કુલ 2,09,223 મતદારો છે. આ બેઠક પર કોળી અને લેઉઆ પાટીદારોનું ખાસું પ્રભુત્વ છે. 1990થી જો આ બેઠકના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો મતદારોની પહેલી પસંદગી પાટીદાર ઉમેદવારો રહ્યા છે.
2022ની ચૂંટણીઃ
લાઠી વિધાનસભા બેઠક પર કોંગ્રેસે 2017ના સિટીંગ ધારાસભ્ય વીરજી ઠુમ્મરને ટિકીટ આપી છે. તો કોંગ્રેસે જનક તળાવિયાને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ આ બેઠક પર જયસુખ દેત્રાજાને ટિકીટ આપીને મુકાબલો ત્રિપાંખિયો બનાવી દીધો છે.
2017ની ચૂંટણીઃ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં લાઠી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના વીરજી ઠુમ્મરનો વિજય થયો હતો. તેમણે ભાજપના ગોપાલભાઈ ચમારડીને પરાજય આપ્યો હતો. વિરજી ઠુમ્મરને 64,743 મત મળ્યા હતા.જ્યારે ભાજપના ગોપાલ ચમારડીને 55400 મત મળ્યા હતા. વિરજી ઠુમ્મરનો 9343 મતથી વિજય થયો હતો.
2012ની ચૂંટણી:
વર્ષ 2012માં લાઠી બેઠક પર ભાજપે વાલજીભાઈ ખોખરીયાને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે બાવકુ ઉંધાડને ટિકીટ આપી હતી. જેમાં કોંગ્રેસના બાવકુ ઉંધાડને 48,793 મત મેળવ્યા હતા. જ્યારે વાલજી ખોખરીયાને 46,029 મતથી સંતોષ માનવો પડ્યો હતો. બાવકુ ઉંધાડ 2626 મતથી વિજયી બન્યા હતા. જોકે થોડા સમય પછી બાવકુ ઉંધાડ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. અને 2014માં યોજાયેલી પેટાચૂંટણીમાં બાવકુ ઉંધાડ ભાજપની ટિકીટ પરથી ધારાસભ્ય બન્યા હતા.