કચ્છમાં લોરેન્સ બિશ્નોઈના સ્લીપર સેલ! ગેંગસ્ટરના છેડા કચ્છમાં અડતા ગુજરાત પોલીસના પેટમાં ફાળ પડી
Salman Khan House Firing Case: બોલિવુડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે શુટર્સને બે દિવસ અગાઉ કચ્છથી પકડી લેવાયા હતા, ત્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું ફરી એકવાર કચ્છ કનેક્શન સામે આવ્યું છે, આવામાં ગુજરાત પોલીસ દોડતી થઈ છે, ક્યાંક કચ્છમાં ગેંગસ્ટરના સ્લીપર સેલ તો નથી ને
lawrence bishnoi kutch connection : બોલિવુડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે આરોપીઓની કચ્છના માતાના મઢ મંદિરમાંથી ધરપકડ કરાઈ હતી. જેના બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું કચ્છ કનેક્શન ગુજરાત પોલીસને માથુ ખંજવાળવા મજબૂર કરી રહ્યું છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જ્યાં ગુજરાત પોલીસની પીઠ ઠોંકી છે, તો બીજી તરફ પોલીસની ચિંતા પણ વધારી દીધી છે. આ પહેલીવાર નથી કે, લોરેન્સનું કચ્છ કનેક્શન સામે આવ્યું છે. આ પહેલા પણ કચ્છ કનેક્શન સામે આવ્યું છે. લોરેન્સની વિરુદ્ધ કચ્છના નલિયા કોર્ટમાં પાકિસ્તાનથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મંગાવવાનો કેસ દાખલ છે. એટલુ જ નહિ, સલમાન ખાન ઉપરાંત અન્ય બે કિસ્સાઓમાં પણ કચ્છ કનેક્શન સામે આવી ચૂક્યું છે. કચ્છ પાકિસ્તનથી નજીક કનેક્શન ધરાવતો જિલ્લો છે, જેથી તે બહુ જ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે.
શું કચ્છમાં છે સ્લીપર સેલ
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે શુટર્સની કચ્છથી ધરપકડ કરાઈ છે. જેના બાદથી પોલીસ હવે આ બાબતની તપાસ કરશે કે, શું કચ્છમાં લોરેન્સ બિશ્નોઈના કોઈ સ્લીપર સેલ તો કામ નથી કરી રહ્યાં ને. પોલીસ એક દિવસ પહેલા કચ્છના ભૂજ જિલ્લામાંથી વિક્કી ગુપ્તા અને સાગર પાલની આશાપુરાના માતાના મઢમાંથી ધરપકડ કરી છે. કચ્છ પોલીસ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યુ હતું. પોલીસે સફળ જાસૂસી નેટવર્કથી આ ઓપરેશન પાર પાડ્યું. ગુજરાતના ડીજીપીએ બંને શૂટર્સને પકડનારી ટીમને સન્માનિત કરવાનું પણ જણાવ્યું છે.
ગુજરાતમાં ચારેતરફ રૂપાલાનો વિરોધ : લોકોનો આક્રોશ વધતા પોલીસને અપાયો આદેશ
અનેક કેસમાં કચ્છ કનેક્શન
લોરેન્સ બિશ્નોઈના ડ્રગ કિસ્સા ઉપરાંત અગાઉ પહેલી બે વાર કચ્છ કનેક્શન સામે આવી ચૂક્યુ છે. પંજાબી સિંગર રેપર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ પણ કેટલીક ધરપકડ કચ્છના મુન્દ્રાથી થઈ છે. કરણી સેનાના નેતા સુખદેવ ગોગામેડીના હત્યાના હુમલાવરો પણ કચ્છમાં છુપાયા હોવાની વાત સામે આવી હતી. આવાાં ગુજરાત પોલીસે હવે કચ્છમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ તપાસ કરશે કે, શું કચ્છમાં લોરેન્સ બિશ્નોઈનો કોઈ સ્લીપર સેલ છે કે નહિ.
ક્ષત્રિય સંમેલનમાં ભાજપ ધારાસભ્યના પુત્રની હાજરી, રૂપાલા વિવાદ આ જિલ્લામાં પ્રસર્યો
કચ્છમાં લોરેન્સનું નેટવર્ક
પોતાની ભૌગોલિક વિવિધતાઓ માટે દુનિયાભરમાં ઓળખ ધરાવતો કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છ ગાંધીધામ, મુન્દ્રા, કંડલા પોર્ટ ધરાવે છે. અહી મોટી ટ્રકનું આવાગમન થતુ રહે છે. એવું માનવામાં આવે છે કે, આ વિસ્તારમાં લોરેન્સ બિશ્નોઈનું મોટુ નેટવર્ક હોઈ શકે છે. આ સમગ્ર વિસ્તારમા બહારની મુવમેન્ટ વધુ થઈ રહી છે. અત્યાર સુધી એ સ્પષ્ટ થયુ નથી કે, સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા બંને શુટર્સ ભુજ કેમ આવ્યા હતા. તેમની પૂછપરછમાં વધુ માહિતી સામે આવી તેવી શક્યતા છે. આખરે બંને ભુજ કેમ ગયા હતા.
અમદાવાદમાં અમિત શાહનું શક્તિ પ્રદર્શન : રોડ શોમાં જનમેદની ઉમટી