કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ જેલ હવાલે; નલિયા કોર્ટનો મોટો નિર્ણય, જાણો કેમ લવાશે સાબરમતી જેલમાં?
નલિયા કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે લોરેન્સને સાબરમતી જેલના હવાલે કર્યો છે. આમ હવે અતીક બાદ વધુ એક મોટા ગેંગસ્ટરને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવશે.
ઝી બ્યુરો/કચ્છ: ગેંગસ્ટર અતીક બાદ વધુ એક કુખ્યાત ગેંગસ્ટર સાબરમતી જેલમાં બંધ કરવામાં આવશે. રિમાન્ડ પુરા થતાં લોરેન્સ બિશ્રોઈને જેલમાં ધકેલ્યો છે. તમને જણાવી દઈએ કે 194 કરોડના હેરોઈન કેસમાં ગુજરાત ATSએ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સ કેસમાં લોરેન્સના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. ATSએ વધુ રિમાન્ડની માંગણી ન કરતા નલિયા કોર્ટે લોરેન્સ બિશ્નોઈને જેલ હવાલે કર્યો છે. હવે લોરેન્સને બાય રોડ અમદાવાદ સાબરમતી જેલમાં લાવવામાં આવશે.
નલિયા કોર્ટનો મોટો નિર્ણય
નલિયા કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે લોરેન્સને સાબરમતી જેલના હવાલે કર્યો છે. આમ હવે અતીક બાદ વધુ એક મોટા ગેંગસ્ટરને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવશે.
ATSએ 14 દિવસ પૂછપરછ કરી
તમને જણાવી દઈએ કે નલિયા કોર્ટે 9મી મે સુધીના લોરેન્સના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ATS કોર્ટ સમક્ષ 3 મુદ્દા મુક્યા હતા, જેમાં લોરેન્સનું ડ્રગ્સની હેરાફેરીમાં નાઈજિરિયન મહિલા સાથે કોઈ કનેક્શન છે જેની તપાસ કરવામાં આવી, તો પાકિસ્તાનની જેલમાં રહેલા હેન્ડલર સાથે શું સંબંધ હતો, કઈ રીતે જેલમાં બેસીને કોન્ટેક્ટમાં હતો, તો જખૌ પોર્ટ પાસેથી પાકિસ્તાની બોટ અને 6 પાકિસ્તાનીઓ પાસેથી 194 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું જેમાં લોરેન્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો આ સમગ્ર કેસમાં લોરેન્સની શું ભૂમિકા હતી તે તમામ બાબતોની પૂછપરછ માટે ATS એ રિમાન્ડની માંગણી કરી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા અંગે પણ માંગણી
લોરેન્સની સુરક્ષા અંગે વાતચીત કરતા વકીલે જણાવ્યું હતું કે, તેને ચેતક કમોન્ડોની સુરક્ષા આપવામાં આવી છે તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવ્યું છે તો કોર્ટ સમક્ષ આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા અંગે પણ માંગણી કરવામાં આવી હતી અને તેને યોગ્ય સુરક્ષા પણ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. તો રિમાન્ડ દરમિયાન જે રીતે ATS લોરેન્સની પૂછપરછ કરશે.
અનેક લોકોને ધમકી આપી ચૂક્યો છે લોરેન્સ
લોરેન્સ બિશ્નોઈનો આતંક વધુને વધુ વધતું જતું હતું. તેણે અનેક લોકોને ધમકી આપી છે. જેમાં અભિનેતા સલમાનખાન, ઉદ્વવ ઠાકરે જૂથની શિવસેના નેતા સંજય રાઉત તેમજ રાખી સાંવત સહિત અનેક લોકોને ધમકી પણ આપી છે.
શું છે સમગ્ર મામલો?
જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપીને તેમાંથી અંદાજે 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો ગુજરાત ATSએ કબજે કર્યો હતો. બોટમાંથી ATSને મોહમદ શફી, ઇમરાન, મોહસીન, જહુર, સોહેલ તથા કામરાનને ઝડપી લીધા હતા. લોરેન્સ બિશ્નોઈની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી બોટમાં ભરાવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇન વાળી બોટમાં આપવાનો હતો. આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઇએ આપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું.
આ કેસની તપાસમાં ડ્રગ્સની ડિલિવરી લેવા માટે આવનારા સરતાજ અને મહંમદશફીને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત મેરાજ અને ચીફ ઓબોન્ના પણ ઝડપાયા હતા. આ તમામની તપાસમાં લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે એટીએસ દ્વારા લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મેળવવામાં આવી હતી.