અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉનાળુ સીઝનના વિવિધ ધાન્ય પાકો સહિત બાગાયત પાકોમાં ભારે નુકસાન વેર્યું છે. પાલનપુર તાલુકાના ધાણધા ગામમાં પપૈયાના પાકનો સોથ વાળી દેતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંધી-તોફાન અને વરસાદે ગુજરાતના આ જિલ્લામાં તારાજી સર્જી, અનેક ગામોમા ઘરના પતરા ઉડ્યા


પાલનપુર તાલુકામાં કમોસમી વરસાદ અને પવનને કારણે ખેતીના પાકમાં ભારે નુકશાન થવા પામ્યું છે. પપૈયા પકવતા ખેડૂતોને ભારે પવન સાથે આ કમોસમી વરસાદના કારણે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પાલનપુરના ધાણધા ગામમાં પપૈયાના વાવેતર કરનારા ખેડૂત લક્ષ્મણભાઈ ચૌધરીને તૈયાર પાક ગુમાવવાનો વખત આવ્યો છે. વરસાદ અને ભારે પવનના કારણે પપૈયાના છોડનો થોથ વળી જતાં મોટાભાગના પપૈયાના છોડ જમીન દોસ્ત થવા પામ્યા છે. જેને લઈને ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું છે.


આગામી સપ્તાહે શુક્ર ગોચર અને માલવ્ય રાજયોગથી 5 જાતકોના સિતારા ચમકશે, મળશે લાભ


લક્ષ્મણભાઈ ચૌધરી નામના ખેડૂતે પોતાના ખેતરના 12 એકરમાં 12 હજાર પપૈયાના છોડનું વાવેતર કર્યું હતું અને દોઢ વર્ષની અથાગ મહેનત બાદ પપૈયાના છોડ ઉપર પુષ્કળ પ્રમાણમાં પૈપયા આવ્યા હતા. જેને લઈને ખેડૂત ખુશખુશાલ હતા. જોકે પૈપયાનો પાક તૈયાર થતા ખેડૂતને 25 થી 30 લાખનું ઉત્પાદન મળવાની આશા હતી. જોકે અચાનક ભારે પવન સાથે કમોસમી વરસાદ આવતા 6 હજારથી વધુ પપૈયાના છોડ તૂટીને પડી જતા ખેડૂતને 15-20 લાખથી વધુનું નુકસાન થતાં ખેડૂતની હાલત કફોડી બની છે. જેથી ખેડૂત હવે સરકાર પાસે નુક્શાનનું વળતર માટે સહાયની માંગ કરી રહ્યા છે.


રોકેટ સ્પીડથી વધશે પૈસા, 15 વર્ષમાં હશો કરોડપતિ.. બસ આ ફોર્મ્યુલાથી કરો રોકાણ


તો બીજી તરફ રાજસ્થાનથી પાલનપુર પંથકમાં પૈપયા ખરીદવા આવતા વેપારીઓને પણ પૈપયાનો માલ ન મળતા તેમને પણ માલ લીધા વગર પાછા જવાનો વારો આવતા ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ માથે પડતા નુકસાન પહોંચ્યું છે અને હવે લાંબા સમય સુધી તેમને આ પંથકમાંથી પૈપયા ન મળવાના કારણે આવનાર સમયમાં વેપારીઓ સાથે સાથે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા લોકોની પણ આર્થિક પરિસ્થિતિ બગડવાથી તેવો ચિંતિત બન્યા છે.