હિમાંશુ ભટ્ટ, મોરબી: નજીવી કમાણી કરવા માટે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરતા કેટલાક ઘોડા ડોકટરો અચકાતા નથી તે હક્કિત છે. તેવામાં મોરબી જીલ્લામાં ડીગ્રી વગરના ડોક્ટરના દવાખાના ધમધમી રહ્યા હોવાથી મેડીકલ ઓફિસરને સાથે રાખીને બોગસ ડોકટર ઉપર પોલીસ દ્વારા તવાઈ ઉતારવામાં આવી હતી. મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકમાં સરતાનપર રોડે આવેલા ઓદ્યોગિક વિસ્તારમાં ત્રણ સ્થળે રેડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાંથી માત્ર ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કરીને લોકોને દવા આપતા એક કે બે નહિ પરંતુ ચાર બોગસ ડોકટર મળી આવ્યા હતા. જેથી પોલીસે એલોપેથી દવાના જથ્થા સાથે ચારેય બોગસ ડોકટરોની ધરપકડ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રાજ્યમાં કાળો કહેર: 2019માં સ્વાઈન ફ્લૂના કારણે મોતનો આંકડો 50ને પાર


મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વકક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે. જેમાં રીગરી મેળવવા માટે બીજા રાજ્યોમાંથી તેમજ આદિવાસી વિસ્તારોમાંથી મોટા પ્રમણમાં મજુરો તેના પરિવાર સાથે આવેલ છે અને ઓવર લોડ કામ કે પછી અન્ય કોઈ કારણોસર તે બીમાર પડે તો તેની સારવાર ઘોડા ડોકટર દ્વારા કરવામાં આવે છે. આ વાતને સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી. કેમ કે, ઓદ્યોગિક વિસ્તારમાં બોગસ ડોકટર દ્વારા લોકોના આરોગ્યની સાથે ચેડા કરવામાં આવે જ છે તે હક્કિત છે. જેથી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એસઓજીની ટીમ દ્વારા વાંકાનેર તાલુકના સરતાનપર રોડ ઉપર આવેલા ઓદ્યોગિક વિસ્તારમાં બોગસ ડોકટરોને પકડવા માટે બાલાજી હોસ્પિટલ, ઓમ દવખાનું અને ક્રિષ્ના કલીનીક નામના દવાખાનામાં રેડ કરવામાં આવી હતી. ત્યારે ઢુવા પીએચસીના મેડીકલ ઓફિસર ટી.એ.સેરશીયાને પણ સાથે રાખવામાં આવ્યા હતા અને આ ત્રણેય જગ્યાએથી ડીગ્રી વગરના ચાર ડોકટરો મળી આવ્યા હતા.


[[{"fid":"202279","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વધુમાં વાંચો: સુરત: પાંડેસરામાં મિલનો સ્લેબ તૂટતા 4 મજૂરો દટાયા, 2ના મોત


સરતાનપર રોડ ઉપર અને રાતાવીડા ગામ તરફ જવાના રસ્તા ઉપર બોગસ ડોકટરોને પકડવા માટે રેડ કરવવામાં આવી હતી. ત્યારે બાલાજી હોસ્પિટલમાંથી મૂળ બિહારના ચંપારણ વિસ્તારના રહેવાસી અને હાલમાં વાંકાનેરના રાતાવીડા ગામે રહેતા સુરેન્દ્રકુમાર રામનરેશ ગુપ્તા (ઉ.૪૦) બોગસ ડીગ્રી બનાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કરીને લોકોને દવાઓ આપતો હોવાનું ધ્યનમ આવ્યું હતું. જેથી બોગસ ડીગ્રીના 11 દસ્તાવેજ અને 24904ની નકલી દવાઓ કબજે કરી હતી. ત્યાર બાદ ક્રિષ્ના કલીનીક નામના દવાખાનામાં રેડ કરી જોધપર ગામના ભદ્રેશ મનસુખભાઈ રામાવત(ઉ.૨૭)ને કોઈ પણ પ્રકારની મેડીકલ ડીગ્રી વગર સારવાર કરતા પકડવામાં આવ્યો હતો.


વધુમાં વાંચો: સુરતમાં જાહેરમાં યુવાનને મોતને ઘાટ ઉતાર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ


ઓમ દવાખાનામાં રેડ કરી હતી. ત્યાંથી મોરબીના વિજય નગરમાં રહેતો હિતેશભાઈ ગુલાબભાઈ શ્રીમાળી (ઉ.૨૦) અને મૂળ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લના બહીરધચી ગામનો રહેવાસી અને હાલમાં માટેલ ગામે રહેતો પ્રદીપ પ્રશાંતભાઈ મંડલ (ઉ.૨૭) કોઈ પણ પ્રકારની મેડીકલ ડીગ્રી વગર એલોપેથીક દવાઓ આપીને લોકોની સારવાર કરતો ઝડપાયા હતા. તેના અભયસ વિશેની માહિતી તમે જાણશો તો તમારા પણ હોશ ઉડી જશે.


વધુમાં વાંચો: આશાબેન પટેલ આવતીકાલે પાટણથી જોડાઈ શકે છે ભાજપમાં: સૂત્રો


અત્રે ઉલેખનીય છે કે, અગાઉ મોરબી જીલ્લામાં ઉંચી માંડલ, જેતપર રોડ સહિતના જુદાજુદા વિસ્તારમાંથી ડીગ્રી વગરના ડોકટરની ધરપકડ કરવામાં આવી છે અને આજે એકી સાથે ચાર બોગસ ડોક્ટર પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. ત્યારે ઓદ્યોગિક વિસ્તારમાં લોકોના આરોગ્યની સાથે ખુલ્લે આપ ચેડા કરતા આવા શખ્સોની સામે મોરબી જીલ્લાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવે તે જરૂરી નહિ પરંતુ અનિવાર્ય છે કેમ કે, ખોટી સારવાર થવાથી ઘણી વખત લોકોના જીવ પણ જવાની શક્યતા હોય છે.


ગુજરાતના અન્ય સમાચારા વાંચવા માટે અહીં ક્લિક કરો...