સુરત: પાંડેસરામાં મિલનો સ્લેબ તૂટતા 4 મજૂરો દટાયા, 2ના મોત

પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ ડાઇગ 2 જૂની હોવાથી તેને તોડવાની કામગીરી કરવામાં આવતી હતી. 4 જેટલા મજૂરો મિલના પહેલા માળે તોડફોડની કામગીરી કરી રહ્યાં હતા.

સુરત: પાંડેસરામાં મિલનો સ્લેબ તૂટતા 4 મજૂરો દટાયા, 2ના મોત

ચેતન પટેલ, સુરત: સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તરામાં મોડી રાત્રે મિલનું જૂનું બાંધકામ તોડતી વખતે પહેલા માળનો સ્લેબ તૂટતા 4 મજૂરો દટાયા હતા. જે પૈકી બે મજૂરોનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મજૂરોની હાલત ગંભીર જણાતા તેમને સારવાર આપવામાં આપી રહી છે.

પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ ડાઇગ 2 જૂની હોવાથી તેને તોડવાની કામગીરી કરવામાં આવતી હતી. 4 જેટલા મજૂરો મિલના પહેલા માળે તોડફોડની કામગીરી કરી રહ્યાં હતા. તે દરમિયાન પહેલા માળનો સ્લેબ ધડાકાભેર નીચે તૂટી પડ્યો હતો. જેમાં ચારેય મજૂરોને ઇજા પહોંચી હતી. સ્લેબ પડ્યાની જાણ થતા જ સ્થાનિક લોકો મિલમાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે ચારેય ઇજાગ્રસ્તોને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જોકે ટૂંકી સારવાર બાદ 4 પૈકી 2ના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે મજૂરોની હાલત ગંભીર જણાય હતી. બનાવની જાણ થતા જ પાંડેસરા પોલીસ તથા ઉપરી અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી હતી. હાલ આ બનાવમાં પાંડેસરા પોલીસ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કોઇ ફરિયાદ નોંધે છે કે કેમ તેના પર સૌ કોઇની નજર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news