વિદેશ જવાના મોહમાં ગુજરાતીઓને આ ભૂલ બહુ જ ભારે પડશે, જિંદગીભરની જમાપૂંજી એક ઝાટકે જતી રહેશે!
વિદેશ જવા ઈચ્છુક લોકોને વિદેશનાં વિઝા અપાવવાની લાલચ આપી બોગસ ઓફર લેટર અને બેલેન્સ સર્ટીફિકેટ બનાવી ચાર લોકો પાસેથી 20.60 લાખની રકમ પડાવી લીધા બાદ વિદેશનાં વિઝા નહી અપાવી વિશ્વાસધાત અને છેતરપિંડી કરતા એલસીબી પોલીસે આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બુરહાન પઠાણ/આણંદ: શહેરમાં મારૂતી સોલારીસમાં આવેલી હાઈસ ગ્લોબલ કન્સલ્ટન્સીનાં ભાગીદારો અને કર્મચારીએ વિદેશ જવા ઈચ્છુક લોકોને વિદેશનાં વિઝા અપાવવાની લાલચ આપી બોગસ ઓફર લેટર અને બેલેન્સ સર્ટીફિકેટ બનાવી ચાર લોકો પાસેથી 20.60 લાખની રકમ પડાવી લીધા બાદ વિદેશનાં વિઝા નહી અપાવી વિશ્વાસધાત અને છેતરપિંડી કરતા એલસીબી પોલીસે આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જયારે મુખ્ય સુત્રધાર વિદેશ ભાગી ગયો છે.
ગમે તેવા વરસાદમાં આ રસ્તાને કઈ નહીં થાય! ગુજરાતમાં આ જગ્યાએ બની રહ્યો છે હાઈટેક રોડ
આણંદ શહેરમાં સોજીત્રા રોડ પર મારૂતિ સોલારીસ મોલમાં બીજા માળે આવેલ હાઇસ ગ્લોબલ કન્સલટન્સી પ્રા. લિનાં ભાગીદારો મનિષભાઈ મનહરભાઈ પટેલ અને ભાગીદાર ભરતભાઈ હરમાનભાઈ પટેલ ખોટા ઓફર લેટર તથા ઓરીજીનલ ઓફર લેટરમાં છેડછાડ કરી, વિઝાના કામ અર્થે આવતાં ગ્રાહકો સાથે ઠગાઇ કરતાં હોવાની બાતમી આણંદ એલ.સી.બી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે આ હાઇસ ગ્લોબલ કન્સલટન્સીની ઓફિસમાં દરોડો પાડી,પોલીસે સાયબર એક્સપર્ટ બોલાવી તમામ કમ્પ્યુટરના ડેટા ચેક કરાવ્યાં હતાં. જેમાં ઓફર લેટર તથા બેલેન્સ સર્ટીફીકેટ બોગસ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે ઓફિસમાંથી કુલ 4 કોમ્પ્યુટર સીસ્ટમ, એક મોબાઈલ મળી કુલ 1,34,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બિહારમાં નીતીશ સરકારે પાસ કરી બહુમતની લડાઈ, પક્ષમાં 129 અને વિપક્ષમાં શૂન્ય મત
આ અંગે પોલીસે તપાસ કરતા હાઈસ ગ્લોબલ કન્સલટન્સીની ઓફિસ દ્વારા સોશ્યલ મીડીયા મારફતે વિઝા અંગેની સસ્તાદરે લોભામણી જાહેરાત આપી ઇન્કવાયરી વખતે આખી લીગલી પ્રોસેસ છે તેવો વિશ્વાસ આપી નોટરાઇઝ લખાણ કરાવવામાં આવતું હતું અને રજીસ્ટ્રેશન ફી, ગવર્મેન્ટ/ટ્રાવેલ ફી મળી અંદાજે 60 હજાર ફી લેવામાં આવતી હતી તેમજ. આ રકમ હાઇસ ગ્લોબલ કન્સલટન્સીનાંના બેંક ખાતામાં જમા કરાવવામાં આવતી હતી. ત્યારબાદ બાયોમેટ્રીક કરાવી ઓનલાઇન જોબ એપ્લાય કરવામાં આવતી હતી. અને ગ્રાહકોનુ કામ ના થતા તેમના રૂપિયા પરત આપવા માટે ખોટા વાયદા કરવામાં આવતા હતા. લાંબો સમય થતા ગ્રાહક કંટાળી જતા તેને 15 થી 20 હજાર રૂપિયા પાછા આપી સમજાવી દેવામાં આવતા હતા.
'ખાડો કેમ ખોદો છો', કહીને વલસાડમાં મહિલા પર હુમલો! વૃધ્ધાને લોખંડની પારાઈ મારી ઈજા
HP11 નામથી બીજો એક પ્રોગ્રામ પણ આ હાઇસ ગ્લોબલ ચલાવતી હતી જેમાં સ્ટાર્ટીંગ ફી ગ્રાહક પાસે ટોટલ એમાઉન્ટ નક્કી થાય છે. દાખલા તરીકે 14 લાખ નક્કી થાય તો તેના 20 ટકા એટલે કે 2 લાખ એડવાન્સ લેવામાં આવે છે. ત્યાર બાદ ઓફ૨ લેટર આપે ત્યારે બીજા 20 ટકા તથા બાકીના જ્યારે ફાઇનલ જવાનુ થાય ત્યારે આપવાના એવી વાત કરતા હોય છે. પરંતુ જ્યારે ફાઇલ નુ રીજેકશન આવે ત્યારે હાઈસના ભાગીદાર મનિષભાઇ અને હરમાનભાઈ સાથે વાત કરાવતા હતા, એટલે તે ગ્રાહક ને સમજાવી વાતચીત કરી આશ્વાસન આપતા હતી અને પાર્ટીનુ કામ ના થતા અમુક ટકા રકમ કાપી પરત આપતા હતા.
લેડી દાનવીર કર્ણ! 1.32 લાખ કરોડ દાન કર્યા રૂપિયા, મોટા બિઝનેસની છે પૂર્વ પત્ની
આવી જ રીતે PR FILE માં કસ્ટમર પાસેથી રજીસ્ટ્રેશન સમયે 1 થી 2 લાખ લેવામાં આવતી હતી. જે ખરેખર મફતમાં થાય છે તથા ફાઇલ સબમીટ કરતી વખતે ગ્રાહક પાસેથી 1.5 થી 2 લાખ લેવામાં આવતા હતા. જેની ખોટી પાવતી બનાવવામાં આવતી હતી. જેની ખરેખર ફી માત્ર 23 હજાર રૂપિયા છે. આવી રીતે 30 થી 40 જેટલા ગ્રાહકના 1.50 થી 2 લાખ ૫ડાવી લેવામાં આવ્યા હતા. મનીષભાઈ આ ઓફર લેટર અને બેલેન્સ સર્ટીઓ ઓફિસમાં સાથે કામ કરતા ફુલદિપ રાજેશભાઈ પરમાર મારફતે કોમ્પ્યુટરમાં એડીટ કરાવતા હતા. એડીટ કરેલ ફાઇલ મનિષભાઇ પોતાની હાર્ડડીસ્કમાં રાખતા હતા જે એલસીબી પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી છે.
માંડ આ 15 બેઠકો પર 1 લાખથી વધારે હતી લીડ, પાટીલનાં ધોળે દહાડે 5 લાખની લીડનાં સપનાં
એલસીબી પોલીસે તપાસ કરતા હાઈસ ગ્લોબલ કન્સલટન્સીનાં બે ભાગીદારો અને કર્મચારી સહીત ત્રણ જણાએ વિદેશ જવા ઈચ્છતા પાંચ જણા પાસેથી 20.60 લાખની રકમ પડાવ્યા બાદ વિદેશ નહી મોકલી છેતરપીંડી કરી હોવાનું ખુલ્યું હતું,જેથી એલસીબી પોલીસે જાતે ફરીયાદી બની આણંદનાં મનિષભાઈ મનહરભાઈ પટેલ,બોરસદનાં સિસ્વા ગામનાં ભરતભાઈ હરમાનભાઈ પટેલ અને કર્મચારી રાવળાપુરાનાં કુલદીપ રાજેશભાઈ પરમાર સહીત ત્રણ વિરૂદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે વિશ્વાસધાત, છેતરપીંડી,અને બોગસ દસ્તાવેજોનો અંગેની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી ભરતભાઈ હરમાનભાઈ પટેલ અને કુલદીપ રાજેશભાઈ પરમાની ધરપકડ કરી હતી જયારે મુખ્ય સુત્રધાર મનિષભાઈ પટેલ વિદેશ ભાગી જતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
યુવતી પર લટ્ટુ બન્યા તો લોચા પડશે! બિલ્ડરને યુવતીનો ફોટો મોકલી મજા માણવાની ઓફર...