અમદાવાદ: જેમ જેમ 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી નજીક આવતી જાય છે તેમ તેમ જુગારધામ અને દારૂ પાર્ટીઓ વધી રહી છે. એલસીબીએ આવા જ એક દરોડામાં 11 લોકોની ધરપકડ  કરી છે. ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમે સનાથલ ખાતે આવેલા ગોકુલધામ બંગલામાં રેડ પાડી. એલસીબીએ 1 કરોડ અને 31 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ અમદાવાદના રહીશ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BMW કેસનો આરોપી વિસ્મય શાહ દારૂની મહેફીલ માણતો પકડાયો, પત્ની સહિત 6 લોકોની ધરપકડ


મળતી માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમ દ્વારા આ  દરોડો પાડવામાં આવ્યો  હતો. સનાથલ ગામમાં ગોકુલ ધામ બંગલા પ્લોટ નંબર 158માં પેટ્રોલિંગ હાથ ધરીને દરોડો પાડવામાં આવ્યો. આ બંગલો નવીનભાઈની માલિકીનો હોવાનું જાણમાં આવ્યું છે જો કે તે હાલ ભાડે આપેલ છે. રેડ ગત રાતે 11 વાગ્યે પાડવામાં આવી હતી. 


પોકર જુગાર રમતા 11 લોકોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસને પ્લાસ્ટિકના કોઈન, કાર્ડ, પોકર ટેબલ અને સાત વૈભવી ગાડીઓ મળી આવી છે. પકડાયેલા લોકોમાં હર્ષ તન્ના, રમેશ પ્રજાપતિ, સર્વેશ ફડચે, દિપક આશુદાની, હર્ષ સીરાણી, કૃણાલ ગુપ્તાનો સમાવેશ થાય છે. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...