અમદાવાદ :ગુજરાતની કોલેજોમાં હવે કેમ્પસ ઈન્ટરવ્યૂનો દોર ચાલી રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ જોબ મળે છે. આવામાં અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજનુ પ્લેસમેન્ટ ચર્ચામા આવ્યુ છે. કારણ કે, અહીંના આઈટીના વિદ્યાર્થીને 28 લાખના પેકેજની ઓફર થઈ છે. તેને માઈક્રોસોફ્ટમાં નોકરી મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિદ્યાર્થીનુ નામ વિશ્વ કાકડિયા છે. જેને માઈક્રોસોફ્ટમાં 28 લાખનુ પેકેજ ઓફર થયુ છે. ખાસ વાત તો એ છે કે, વિશ્વ કાકડિયા ગુજરાતી માધ્યમની શાળામાં ભણ્યો હતો. જેના બાદ તેણે એલડી એન્જિનિયરીંગમાં આઈડીમાં એન્જિનિયરીંગની ડિગ્રી લીધી હતી. માઈક્રોસોફ્ટ કંપનીમાં ત્રણ રાઉન્ડના ઈન્ટરવ્યૂ બાદ તે પાસ થયો હતો, અને તેને આ પેકેજ ઓફર થયુ છે. તે નિકોલની ગુજરાતી માધ્યમની ઉમા વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો હતો. તેના બાદ તેણે ધોરણ 10 બાદ ડિપ્લોમા એન્જનિયરીંગ કર્યુ હતું. જેના બાદ તેણે ડિગ્રી માટે એલ.ડી.એન્જિનિયરિંગમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીમાં એડમિશન લીધુ હતું. 


આ પણ વાંચો : ગુજરાતમાં અરવિંદ કેજરીવાલનો પ્લાન ભાજપનો નહિ, પણ કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે


એલડી એન્જનિયરીંગ માટે ગર્વની વાત 
જોકે, એલડી એન્જનિયરીંગ માટે આ ગર્વની વાત છે. કારણ કે અત્યાર સુધી કોઈ વિદ્યાર્થીને આટલુ મોટુ પેકેજ ઓફર થયુ નથી. કોલેજના 74 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર 28 લાખનુ પેકેજ ઓફર થયુ હોય છે. 


પોતાને મળેલી ઓફર વિશે વિશ્વ કાકડિયા આ પ્રગતિ માટે પ્રેક્ટિકલ જ્ઞાનને મહત્વ આપે છે. તેણે કહ્યું કે, મેં ભણવાની સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ જરૂરી છે. જેના માટે મેં પ્રોડક્ટ બેઝ આઈટી કંપનીમાં છ મહિનાની ઈન્ટર્નશિપ કરી હતી. મને તે અનુભવ બહુ કામમાં આવ્યો હતો. તે કારણે જ હુ ઈન્ટરવ્યૂ સરળતાથી ક્રેક કરી શક્યો હતો. મારા ગોલ સેટ હતા, તેથી જ હું ઓફર મેળવી શક્યો છું. 


આ પણ વાંચો : યુપીના રસ્તાઓ પર ભીખારી બનીને ફરી રહેલો આ શખ્સ નીકળ્યો ગુજરાતી, હકીકત છે ચોંકાનારી 


આઈટીમાં સૌથી વધુ 132 વિદ્યાર્થીને જોબની ઓફર
પ્લેસમેન્ટ 2022માં પાસ થયેલા 743 વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 3.5 લાખથી 12 લાખની વચ્ચેનું સરેરાશ જોબ પેકેજ ઓફર થયું છે. એલ.ડી.ના પ્રિન્સિપાલ ડો. રાજુલ ગજ્જર અને પ્લેસમેન્ટ સેલના કન્વીનર ડો. વી. પી.પટેલે જણાવ્યું છે કે, ઈસીમાં 81, ઈલેક્ટ્રિકલમાં 71, આઈસીમાં 62, આઈટીમાં 132, મિકેનિકલમાં 101, એન્વાયરમેન્ટમાં 13, રબર ટેકનોલોજીમાં 20, ટેક્સટાઈલમાં 12, પ્લાસ્ટિકમાં 12 વિદ્યાર્થીને જોબ ઓફર થઈ હતી.